Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
વિપક્ષના બહિષ્કાર વચ્ચે લોકસભામાં સામાજિક સુરક્ષા સંહિતા સહિત ૭ બિલ પસાર
ઉપસભાપતિએ મનાવ્યા બાદ સસ્પેન્ડેડ સાંસદોએ ધરણા ખતમ કર્યા : જો કે વિપક્ષનો સમગ્ર સત્રની કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો નિર્ણય
23/09/2020 00:09 AM Send-Mail
સંસદના ચોમાસુ સત્રનો આજે ૯મો દિવસ હતો. રાજ્યસભામાંથી સસ્પેન્ડેડ ૮ સાંસદોએ આખી રાત સંસદ પરિસરમાં ધરણા આપ્યા હતાં. જોકે સાંસદોએ ઉપસભાપતિ હરિવંશ સાથેની મુલાકાત બાદ સાંસદોએ ધરણાનો અંત આણી દીધો. બીજી તરફ વિપક્ષે રાજ્યસભાના સમગ્ર સત્રનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન રાજ્યસભામાંથી જરૂરી વસ્તુ સંશોધન બિલ પસાર થઇ ગયું છે. આ કૃષિ વિધેયક સાથે જોડાયેલ ત્રીજું વિધેયક છે. વિપક્ષના ભારે વિરોધ છતાંય સદનથી આજ ૭ વિધેયક પસાર થયા હતાં. બીજી તરફ લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે ભારે હંગામો કર્ય ોહતો.

સંસદમાં જમ્મુ-કાશ્મીર સત્તાવાર ભાષા વિધેયક ૨૦૨૦ પસાર કરી દેવામાં આવ્યું. લોકસભામાં ઉપસ્થિત સાંસદોએ ધ્વનિમતે આ વિધેયકને પસાર કરી દીધું. આ વિધેયક અંતર્ગત ઉર્દૂ, કાશ્મીરી, ડોગરી, હિન્દી, અંગ્રેજી સહિત પાંચ ભાષાઓને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વિપક્ષના બહિષ્કાર વચ્ચે શ્રમ સંહિતાના ત્રણ વિધેયકો પસાર કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત અન્ય ત્રણ બિલ પણ પસાર કરાયા હતાં.

શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સતોષ ગંગવારે લોકસભામાં ઉપજીવિકાજન્ય સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્યદશા સંહિતા, ૨૦૨૦, ઔદ્યોગિક સંબંધ સંહિતા, ૨૦૨૦ અને સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ વિધેયકને પસાર કરવાને લઇને સાંસદો દ્વારા વિચાર રજૂ કર્યા બાદ સદનને વિધેયકને લઇને માહિતી આપ ીહતી. ગંગવારે કહ્યું કે શ્રમિકોના કલ્યાણ માટે અમે ટ્રેડ યુનિયનોને આ કાયદામાં માન્યતા આપી દીધી છે. ટ્રેડ યુનિયનોને સંસ્થા, રાજ્ય અને કેન્દ્ર સ્તરે માન્યતા મળશે.