Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
પોરડામાં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્પેક એન્જિનિયરીંગ દ્વારા વૃક્ષારોપણ
23/09/2020 00:09 AM Send-Mail
મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્પેક, એન્જિનિયરીંગના એન.એસ.એસ. સેલના સંયુક્ત ઉપક્રમે દત્તક લીધેલ પોરડા ગામે ‘‘વક્ષારોપણનો’’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ સૌ લોકોમાં પર્યાવરણની જાળવણી અને તેના રક્ષણની જાગૃતતા કેળવાઈ તે હતો. વધુમાં આ વૃક્ષારોપણની સાથે સાથે કઈ જગ્યાએ, કેવી રીતે અને કેવા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ અને તેમના ફાયદાઓ શું છે તે બાબતોનું પણ ધ્યાન રાખવાાાં આવ્યું હતું.

વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષને યોગ્ય રક્ષણ મળી રહે તે હેતુથી મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના દાતા સ્વ. કાંતિભાઈ ચતુરભાઈ પટેલના સ્મરણાર્થે દિલીપભાઈ કાંતિભાઈ પટેલ (પોરડા) તરફથી ૧૦૦ પિંજરાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. વાવેલ વૃક્ષોની જાળવણી અને જતનની જવાબદારી સ્પેક, એન્જિનિયરીંગના એન.એસ.ના સંયોજ્કોએ તેમજ ગ્રામજનોએ લીધી હતી.