Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
બી.જે.વી.એમ. કોમર્સ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડો. પરેશ મોરધરા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત
22/09/2020 00:09 AM Send-Mail
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર એન.એસ.એસ. યુનિટ તેમજ પ્રોગ્રામ ઓફિસરને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રિય સેવા યોજના (એનએસએસ)ના ગૌરવંતા રાષ્ટ્રિય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ભીખાભાઈ જીવાભાઈ વાણિજ્ય મહાવિદ્યાલય (બી.જે.વી.એમ.કોમર્સ કોલેજ), વલ્લભ વિદ્યાનગરના એન.એસ.એસ. યુનિટ અને પ્રોગ્રામ ઓફિસર ડો. પરેશકુમાર યુ.મોરધરાની તેઓના દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ ૨૦૧૮-૧૯ ના રાષ્ટ્રિય સેવા યોજના (એન.એસ.એસ)ના ગૌરવપ્રદ રાષ્ટ્રિય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવેલ છે. આ પુરસ્કાર એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. પરેશ મોરધરાને ૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા વર્ચુયલ મોડ (હણ્ચ્ઞ્ણ્ર ઝર્ગ્ૈ) દ્વારા એનાયત કરવામાં આવશે.

આ ગૌરવપ્રદ પુરસ્કાર માટે થયેલ પસંદગી બદલ ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ બી.પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ માનદ્ મત્રીા ડો. એસ.જી. પટેલ માનદ્ સહમંત્રી, આર.સી. તલાટી મેહુલભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ તથા સી.વી.એમ.ના સર્વે હોદ્દેદારો તેમજ બી.જે.વી.એમ. પરિવારના સર્વે તથા વિદ્યાર્થીઓએ પ્રિ.ડો. કેતકી શેઠ અને પ્રોગ્રામ ઓફિસર ડો. પરેશ મોરધરાને શુભેચ્છા પાઠવી હતી.