Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
બામરોલી અને ડાકોરમાં જુગાર રમતા ૨૪ શખ્સો ઝડપાયા
08/08/2020 00:08 AM Send-Mail
શ્રાવણ માસ દરમ્યાન ચાલી રહેલા જુગારધામો પર પોલીસ દરોડા પાડી રહી છે. દરરોજ જિલ્લાના મોટાભાગના તમામ પોલીસ મથકોમાં જુગારના કેસો નોધાઇ રહ્યા છે. જેમાં આજરોજ વધારો થયો છે. આજરોજ પણ જિલ્લાના વસો અને ડાકોર પોલીસે જુગારધામો પર દરોડા પાડી ૨૪ ઇમસોને રૂપિયા ૫૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

વસો - વસો પોલીસને મળેલ માહિતીના આધારે બામરોલી ગામે રેડ કરવામાં આવી હતી. જ્યા જાહેરમાં જુગાર રમતા ૧૨ ઇસમોને ઝડપી પાલીસે ૧૫,૨૨૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપેલા આરોપીઓમાં મહેશભાઇ મોહનભાઇ સોલંકી, ધમેન્દ્ર મહેન્દ્રભાઇ સોલંકી, ગિરીશ રમણભાઇ સોલંકી, પ્રવિણભાઇ આશાભાઇ સોલંકી, હર્ષદ પરસોત્તમભાઇ સોલંકી, રમેશભાઇ શંકરભાઇ સોલંકી, ભુપેન્દ્રભાઇ સોલંકી, મહેશભાઇ રાયસંગભાઇ સોલંકી, ભરતભાઇ મોહનભાઇ સોલંકી, બળવંતભાઇ શાહભાઇ સોલંકી, વિઠ્ઠલભાઇ ગાંડાભાઇ સોલંકી, વિનુભાઇ મંગળભાઇ સોલંકીનાઓ પત્તાપાનાનો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. તમામની અંગઝડતી અને દાવ પરથી કુલ ૧૫,૨૨૦નો મુદ્દામાલ પોલીસે ઝપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ડાકોર - ડાકોર પોલીસે દેદા ગામની સીમમાં ખેતરના કૂવા પાસે જુગાર રમતા ૧૨ ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી અંગઝડતી અને દાવ પરના મળી કુલ ૩૫,૨૮૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ઝડપાયેલ આરોપીઓમાં વિજયભાઇ પુનમભાઇ પરમાર, જગદીશભાઇ નટવરભાઇ ચૌહાણ, ફતેસિહ પરમાર, અનિલભાઇ સોમાભાઇ સોલંકી, હિતેશભાઇ શંકરભાઇ પરમાર, ભુપતભાઇ માનસિંહ સોલંકી, વખતસિંહ ગલાભાઇ પરમાર, સિધ્ધરાજ મોહનસિહ સોલંકી, ધર્મેન્દ્ર ઉપેન્દ્રભાઇ સોલંકી, રામસિંહ રતનસિહ ગોહિલ, બળવંતભાઇ પુજાભાઇ સોલંકી અને અમૃતભાઇ ફતેસિહ સોલંકીનો સમાવેશ થાય છે.