Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
નડિયાદ : જમાઈને સસરા અને સાળાઓએ ધમકી આપતાં ફરિયાદ
સસરાના મિત્ર સામે જમાઇએ નોંધાવેલ પોલીસ ફરિયાદ પરત લેવા માટે સાસરી પક્ષ દબાણ કરી રહ્યો હોવાનો આક્ષેપ
08/08/2020 00:08 AM Send-Mail
લગ્ન બાદ પત્ની દીપીકા પણ તેના પીયરમાં જ રહે છે
ફરિયાદીજયેસભાઇએ જણાવ્યુ હતુ કે તેમના લગ્નમાં પણ તેમના સસરાએ છેતરપીંંડી કરી હતી. દીપીકાને અનેક પ્રકારની બીમારીઓ હતી, જે છૂપાવીને સસરા કિશોરભાઇએ દીપીકાના લગ્ન પોતાની સાથે કરાવી દીધા હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. જોકે જ્યારે સમગ્ર બાબતે સસરાને ફરિયાદ કરી તો તેઓ તેમની દીકરી દીપીકાને પરત પીયર લઇ ગયા હતા. જે બાદથી આજદીન સુધી તેણી પોતાના પીયરમાં જ રહે છે.

નડીઆદ શહેરના પાયગા ચાલી, છાંટીયાવાડ લીમડીમાં જયકુમાર હસમુખભાઇ વાઘેલા રહે છે. જેઓએ આજરોજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૧૭માં તેઓના લગ્ન ભરૂચ ખાતે રહેતા તેમના કિશોરભાઇ મનસુખભાઇની દીકરી દિપીકા સાથે થયા હતા.

જોકે લગ્ન બાદ ૨૦૧૭ થી દિપીકા તેના પીયરમાં જ રહે છે. તેમના સસરા કિશોરભાઇ મનસુખભાઇ સોલંકી, (મંગલમ સોસાયટી, ગામ નંદેલાવ, તા.ભરૂચ)નાઓના દુરના સંબંધી અનીલભાઇ હરીશભાઇ સોલંકી (રહે. ભરૂચ)નાઓની વિરૂધ્ધમાં આ જયેશભાઇએ વર્ષ ૨૦૧૯માં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાબતે તેમના સસરા અને શાળાઓ ધર્મશભાઇ કિશોરભાઇ સોલંકી, અને ઘવલભાઇ કિશોરભાઇ સોલંકીનાઓ વારંવાર તેઓને ફરિયાદ પરત ખેંચવા માટે મોબાઇલમાં ધમકી આપી રહ્યા છે. તેઓના સસરા ધમકી આપી રહ્યા છે કે જો કોર્ટમાં તે ફરીયાદ પાછી નહીં ખેંચે તો જાનથી મારી નાખીશું. જેથી ડરી ગયેલા જયેશભાઇએ સમગ્ર બાબતે નડિયાદ ટાઉન પોલીસ મથકે પોતાના જ સસરા અને શાળાઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.