Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
આજે નાગ પાંચમ સાથે જન્માષ્ટમી પર્વનો આરંભ
ગૌપૂજન-સેવા સાથે ચરોતરમાં બોળ ચોથ પર્વની થયેલ ઉજવણી : મહામારીના કારણે આણંદ, લાંભવેલ સહિતના સ્થળોના જન્માષ્ટમી મેળા મોકૂફ
08/08/2020 00:08 AM Send-Mail
આજે શ્રાવણ વદ ચોથ તા.૭ ઓગષ્ટના રોજ આણંદ, ખેડા જિલ્લામાં હિન્દુ શ્રદ્વાળુઓ દ્વારા બોળ ચોથની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ ગાયની પૂજા-ગૌસેવા કરવા માટે ઉત્તમ ગણાય છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોવાથી ગાયની સેવા કરવાથી બધા જ ભગવાનની પૂજા થઈ ગણાય છે. જેથી આજે બોળ ચોથની ઉજવણીમાં ગાય-વાછરડાંની શ્રદ્વાળુઓ દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ સાથે આજથી જન્માષ્ટમી પર્વનો પણ પ્રારંભ થયો હતો.

આણંદ શહેર સહિત જિલ્લાના અનેકો ગ્રામ્ય-શહેરી વિસ્તારો કોરોના સંક્રમણમાં ઘેરાયેલા છે. કોરોના સામે સતર્કતાની તંત્ર દ્વારા સતત અપીલ છતાંયે સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. જેની સીધી અસર વિવિધ પર્વ ઉજવણી પર પડી રહી છે. આજે બોળચોથથી અષ્ટમી સુધીના તહેવારોનો પ્રારંભ થયો છે. પરંતુ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે પર્વ ઉજવણી માટે અપીલ કરવામાં આવી છે. જેથી જન્માષ્ટમીએ આણંદના બેઠક મંદિર, લાંભવેલ સહિતના ધાર્મિક સ્થળોએ યોજાતા લોકમેળા મોકૂફ રાખવામાં આવ્યાનું જાણવા મળે છે.

આવતીકાલે શનિવારે નાગપાંચમ મનાવવામાં આવશે. જેમાં કેટલાક પરિવારો દ્વારા ઘરમાં પાણીયારે કંકુથી નાગદેવની પ્રતિકૃતિ દોરીને બાજરીની કુલેર, શ્રીફળ સહિતનો પ્રસાદ ધરાવશે. તા.૯મીએ રાંધણછઠ્ઠ, તા.૧૦મીના સોમવારે બીજી છઠ્ઠ હોવા સાથે શીતળા સાતમ પણ ઉજવાશે. તા.૧૨મીના બુધવાર જન્માષ્ટમી પર્વ ઉજવાશે, જો કે મહામારીને કારણે મોટાભાગના મંદિરો બંધ હોવાથી લોકોએ ઘરમાં જ ઉજવણી કરવી પડશે.

સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા : ર૧ સભ્યોની હાજરીમાં વિવિધ ર૯ મુદ્દા મંજૂર

આંકલાવ નગરપાલિકામાં સમિતિઓની રચના

બોરસદ : સોશિયલ મીડિયા પર 'કામ બોલતા હૈ' પોસ્ટ મૂકનાર પાલિકા પ્રમુખને યુઝર્સ આડે હાથ લીધા

દહેમીમાં દીવાલ ધરાશાયી થતાં ૬ વર્ષના બાળકનું દબાઈ જતાં મોત

ચરોતરમાં ડાંગર-બાજરી ખરીફ પાકોના ભાવની ચિંતા સાથે કાપણીનો શુભારંભ

ઉત્તરપ્રદેશમાં સાવકા પિતા સાથે અણબનાવ થતાં ટ્રેનમાં આણંદ આવેલા બાળકનો ૮ માસ બાદ પરિવાર સાથે મેળાપ

કોરોનાકાળમાં નવેમ્બરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવા રાજય પ્રા.શિ. સંઘની રજૂઆત

આણંદ જિલ્લામાં બીજા દિવસે પણ માત્ર ૧ પોઝિટિવ સાથે કુલ ૧૦૦૧ કેસ