Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
ભારતની બોંગા સરહદેથી દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓ
એજન્ટો દ્વારા રાત્રિ દરમ્યાન નદી માર્ગેથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઘૂસાડાય છે, જેઓ પહેલા હાવડા પહોંચે છે ત્યાથી કોલકાત્તા અને ત્યારબાદ અનુકૂળ શહેરોમાં ફેલાઈ જાય છે
08/08/2020 00:08 AM Send-Mail
એજન્ટો વ્યક્તિદીઠ ઘૂસણખોરીના ૩૫૦૦ થી ૪ હજાર લે છે
આણંદ એસઓજીએ ઝડપી પાડેલા ૧૪ બાંગ્લાદેશીઓની કરેલી વિસ્તૃત પુછપરછમાં કેટલીક વિગતો સપાટી પર આવી છે જેમાં બાંગ્લાદેશીઓ એજન્ટો મારફતે ભારતમાં ઘુષણખોરી કરી રહ્યા છે. એક વ્યક્તિદીઠ એજન્ટો ૩૫૦૦ થી ૪ હજાર લે છે. ભારતીય સરહદમાં ઘુસાડ્યા બાદ તેઓનું કામ પુરુ થઈ જાય છે. આ એજન્ટો મોટાભાગે બાંગ્લાદેશ અને ભારતના પશ્ચિમ બંગાળની વચ્ચે આવેલી સરહદ પર સક્રિય હોય છે.

એક મહિલા ૧૫ વર્ષથી ભારતમાં રહે છે
હાડગુડ અને મોગરી ગામેથી પકડાયેલા ૧૪ બાંગ્લાદેશી ઘુષણખોરો પૈકી એક મહિલા છેલ્લા ૧૫ વર્ષથી ભારતમાં ઘુસી હતી અને વિવિધ શહેરોમાં ફરતી ફરતી અહીંયા આવી ચઢી હતી. બે વખત તો બાંગ્લાદેશ પણ જઈ આવી છે. જેથી પોલીસ દ્વારા આ મહિલાની ઉંડાણપુર્વકની પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે તેમ મનાઈ રહ્યું છે.

આણંદ એસઓજીએ હાડગુડ અને મોગરી ગામેથી ઝડપી પાડેલા ૧૪ જેટલા બાંગ્લાદેશીઓની પુછપરછનો દોર સતત ત્રીજા દિવસે પણ જારી રહેવા પામ્યો છે. પોલીસ દ્વારા કરાયેલી પુછપરછમાં ઘુષણખોરી સંદર્ભે કેટલીક ચોંકાવનારી વિગતો પણ સપાટી પર આવી છે. જેને લઈને રાજ્ય અને દેશની વિવિધ તપાસ એજન્સીઓને પણ રીપોર્ટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી પકડાયેલા બાંગ્લાદેશીઓની પુછપરછ હાથ ઘરાઈ છે. જેમાં કેટલાકની ભાષા બાંગ્લાદેશી હોય પોલીસને તે સમજવામાં કેટલીક તકલીફો પડી રહી છે. જો કે અત્યાર સુધી કરાયેલી પૂછપરછમાં પકડાયેલા આ ૧૪ બાંગ્લાદેશીઓ જુદી-જુદી તારીખોએ અને જુદા-જુદા સ્થળોએથી એજન્ટો મારફતે ભારતમાં ઘુસ્યા હતા. બાંગ્લાદેશની ઉંટખલી અને બેનાકુવા સરહદેથી આ ઘુષણખોરોને ભારતના પશ્ચિમ બંગાળની બોંગા સરહદે ઘુસાડવામાં આવે છે. કેટલીક સરહદી જગ્યાઓ સાવ ખુલ્લી છે જેને લઈને સરળતાથી ઘુષણખોરી કરી શકાય છે. રાત્રી દરમ્યાન જમીન માર્ગે કે પછી નદી માર્ગે આ ઘુષણખોરોને પશ્ચિમ બંગાળની સરહદમાં ઘુસાડ્યા બાદ ત્યાંથી આ લોકો હાવડા પહોંચે છે અને હાવડાથી કોલકાત્તા થઈને ભારતના વિવિધ રાજ્યોમાં ફેલાઈ જાય છે. જ્યાં તેઓ દ્વારા ભારતીય નાગરિક બનીને રહે છે અને રેશનકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજી પુરાવાઓ બનાવવાની વેતરણમાં પડી જાય છે.

પોલીસ દ્વારા આવા બીજા કેટલા બાંગ્લાદેશીઓ આણંદ જિલ્લામાં ઘુસ્યા છે તેને લઈને પણ તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે. સાથે સાથે હાડગુડમાં પોતાના કોમ્પલેક્ષમાં ભાડેથી રાખનાર સાબિરશા દિવાનના સંપર્કમાં તેઓ કોના મારફતે અને કેવી રીતે આવ્યા હતા તેની પણ તપાસ હાથ ધરાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા આગામી હુકમ કર્યા બાદ તમામ બાંગ્લાદેશીઓને ભુજના જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ખાતે મોકલી આપવામાં આવનાર છે.

સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા : ર૧ સભ્યોની હાજરીમાં વિવિધ ર૯ મુદ્દા મંજૂર

આંકલાવ નગરપાલિકામાં સમિતિઓની રચના

બોરસદ : સોશિયલ મીડિયા પર 'કામ બોલતા હૈ' પોસ્ટ મૂકનાર પાલિકા પ્રમુખને યુઝર્સ આડે હાથ લીધા

દહેમીમાં દીવાલ ધરાશાયી થતાં ૬ વર્ષના બાળકનું દબાઈ જતાં મોત

ચરોતરમાં ડાંગર-બાજરી ખરીફ પાકોના ભાવની ચિંતા સાથે કાપણીનો શુભારંભ

ઉત્તરપ્રદેશમાં સાવકા પિતા સાથે અણબનાવ થતાં ટ્રેનમાં આણંદ આવેલા બાળકનો ૮ માસ બાદ પરિવાર સાથે મેળાપ

કોરોનાકાળમાં નવેમ્બરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવા રાજય પ્રા.શિ. સંઘની રજૂઆત

આણંદ જિલ્લામાં બીજા દિવસે પણ માત્ર ૧ પોઝિટિવ સાથે કુલ ૧૦૦૧ કેસ