Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
અમૂલ ચૂંટણી જંગ : બીજા દિવસે ચેરમેન, વાઇસ ચેરમેન સહિત રર ઉમેદવારી પત્રો ભરાયા
ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે ૬ અને આજે રર નામાંકનપત્રો ભરાયા : આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, ઠાસરા, બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, માતર, નડિયાદ અને વીરપુર બ્લોકમાંથી ઉમેદવારીપત્રો ભરાયા
08/08/2020 00:08 AM Send-Mail
ખંભાત અને કપડવંજ બ્લોકમાંથી મહિલા ઉમેદવારો
અમૂલની ચૂંટણીમાં ખંભાત-તારાપુર અને કપડવંજમાં મહિલા ઉમેદવારોની બેઠક જાહેર કરવામાં આવી છે. જેમાં ખંભાત-તારાપુર બ્લોકમાંથી ગતરોજ ખાનપુર દૂધ મંડળીના પ્રતિનિધિ તરીકે ખાનપુરના સરપંચ હિરણાક્ષીબેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જયારે આજે કપડવંજના મોતીપુરા-કંપામાંથી પટેલ શારદાબેન હરિભાઇએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.

પ્રાંત કચેરીમાં ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ
અમૂલની ચૂંટણી માટે ગતરોજથી ઉમેદવારી પત્રો ભરવાની શરુઆત થઇ છે. આ વખતે અમૂલની ચૂંટણી અગાઉ રાજકીય માહોલ ગરમાયો છે. આથી ઉમેદવારીપત્ર ભરવાની સમગ્ર પ્રક્રિયા પારદર્શી બની રહે તે માટે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. જેમાં અમૂલની ચૂંટણી માટે માન્ય ઉમેદવારોના ઉમેદવારી પત્રો આણંદ કલેક્ટર કચેરીમાં ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી જે.સી.દલાલ દ્વારા સ્વીકારવામાં આવે છે. જેમાં આ કચેરીએ નામાંકનપત્ર ભરવા આવેલ ઉમેદવાર અને તેમના ટેકેદારોની આવન-જાવનની તમામ બાબતોનું વિડીયો રેકોર્ડિંગક રવામાં આવી રહ્યું છે. કચેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉમેદવારી પત્ર ભર્યા મામલે બાદમાં કોઇ વિવાદ ઉપસ્થિત થાય ત્યારે વિડીયો ફૂટેજ પુરાવારૂપે જોઇ-ચકાસી શકાય તેમ હોવાથી આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના છ લાખ પશુપાલકોની માતૃસંસ્થા અમૂલ ડેરીના બોર્ડ ઓફ ડિરેકટર્સની ૧૩ બેઠકોની ચૂંટણી આગામી ર૯ ઓગસ્ટે યોજાનાર છે. ચૂંટણી માટેની ઉમેદવારી નોંધાવવાનો ગતરોજથી પ્રારંભ થયો છે. જેમાં ગતરોજ ૬ અને આજે ચેરમેન, વાઇસ ચેરમેન સહિત રર ઉમેદવારી પત્રો ભરાયા હતા. જો કે કેટલાક ઉમેદવારે ડમી ઉમેદવાર માટે બેથી વધુ ફોર્મ ઉપાડ્યા હોવાનું પણ જોવા મળી રહયું છે.

કોરોના સંક્રમણના કારણે અમૂલની ચૂંટણીમાં તાલુકાકક્ષાએ બ્લોકવાઇઝ મતદાન યોજવાની રજૂઆતો વચ્ચે સહકારી અગ્રણીઓ દ્વારા ઉમેદવારી નોંધાવવાના પગલે રાજકીય માહોલ પણ ગરમાયો છે. જો કે ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાનો સમય વીત્યા બાદ કયા-કયા માંધાતાઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે તે ચિત્ર સ્પષ્ટ થશે.

આજે આણંદ, ખંભાત, બોરસદ, પેટલાદ, ઠાસરા, બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, માતર, નડિયાદ અને વીરપુર બ્લોકમાંથી રર ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ઠાસરા બ્લોકમાંથી અમૂલના ચેરમેન રામસિંહ પરમારે (વણોતી) તથા તેમના પુત્ર યોગેન્દ્રસિંહ પરમારે (મગનભુલાના મુવાડા)માંથી ઉમેદવારી નોંધાવી હતી. બોરસદ બ્લોકમાંથી અમૂલના વાઇસ ચેરમેન પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહે (દહેવાણ)માંથી ઉમેદવારી નોંધાવી હતી. આણંદ બ્લોકમાંથી પરમાર રજનીકાંત રમેશભાઇ (શીલી), ખંભાત બ્લોકમાંથી પરમાર સીતાબેન ચંદુભાઇ (તારાપુર), ગોહેલ મંજુબેન દાનુભાઇ (તામસા), ગોહિલ જશુબા બહાદુરસિંહ (ખડા), પેટલાદ બ્લોકમાંથી પટેલ વિપુલભાઇ પુનમભાઇ (રંગાઇપુરા), સોલંકી સતિષભાઇ પરસોત્તમભાઇ (ગાડા), પટેલ ગૌરીકભાઇ ગોરધનભાઇ (શેખડી)એ ઉમેદવારી નોંધાવી છે. બાલાસિનોર બ્લોકમાંથી ચૌહાણ ઉદેસિંહ રાયજીભાઇ (પાલીખેડા), કઠલાલ બ્લોકમાંથી સોઢાપરમાર શનાભાઇ ગાંડાભાઇ (હર્ષદનગર), ઝાલા ઘેલાભાઇ માનસિંહ (ગોગજીપુરા), ઝાલા રાજેશભાઇ મગનભાઇ (નવા ગોગજીપુરા), કપડવંજ બ્લોકમાંથી મહિલા ઉમેદવાર તરીકે પટેલ શારદાબેન હરીભાઇ (મોતીપુરા-કંપા), મહેમદાવાદ બ્લોકમાંથી ચૌહાણ જુવાનસિંહ હાથીસિંહ, માતર બ્લોકમાંથી પટેલ સંજયભાઇ હરિભાઇ (શેખુપુર), ચાવડા ધીરૂભાઇ અમરસિંહ (હરિયાળા), નડિયાદ બ્લોકમાંથી ઝાલા પ્રભાતસિંહ જીવાભાઇ (સુરાશામળ), પરમાર મધુબેન ધર્મસિંહભાઇ (પીપળાતા), સોઢા દિલીપસિંહ અદેસિંહ (ચંપાજીની મુવાડી) અને વીરપુર બ્લોકમાંથી પરમાર રાધુસિંહ મસુરસિંહ (ઘોરાવાડા)એ ઉમેદવારી નોંધાવી હતી. અમૂલના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર, આણંદ (પ્રાંત અધિકારી)ની કચેરીમાં કોરોના ગાઇડલાઇનને અનુસરીને ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા : ર૧ સભ્યોની હાજરીમાં વિવિધ ર૯ મુદ્દા મંજૂર

આંકલાવ નગરપાલિકામાં સમિતિઓની રચના

બોરસદ : સોશિયલ મીડિયા પર 'કામ બોલતા હૈ' પોસ્ટ મૂકનાર પાલિકા પ્રમુખને યુઝર્સ આડે હાથ લીધા

દહેમીમાં દીવાલ ધરાશાયી થતાં ૬ વર્ષના બાળકનું દબાઈ જતાં મોત

ચરોતરમાં ડાંગર-બાજરી ખરીફ પાકોના ભાવની ચિંતા સાથે કાપણીનો શુભારંભ

ઉત્તરપ્રદેશમાં સાવકા પિતા સાથે અણબનાવ થતાં ટ્રેનમાં આણંદ આવેલા બાળકનો ૮ માસ બાદ પરિવાર સાથે મેળાપ

કોરોનાકાળમાં નવેમ્બરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવા રાજય પ્રા.શિ. સંઘની રજૂઆત

આણંદ જિલ્લામાં બીજા દિવસે પણ માત્ર ૧ પોઝિટિવ સાથે કુલ ૧૦૦૧ કેસ