Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
અમદાવાદની કોરોના હોસ્પિટલમાં આગની ઘટના બાદ તંત્ર જાગ્યું પણ...
આણંદમાં કોવિડ હોસ્પિટલ, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની કચેરીઓ પાસે ફાયર NOC જ નથી!
દર વર્ષ ફાયર વિભાગમાંથી ‘નો ઓબ્જેકશન’નું સર્ટિફિકેટ મેળવવાના નિયમ પરત્વે ગંભીર બેદરકારી
08/08/2020 00:08 AM Send-Mail
રાજયમાં કોરોના પોઝિટિવના વધતા જતા કેસોના કારણે રાજય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને કોવિડ-૧૯ હોસ્પિટલોમાં ફેરવી છે. જેમાં કોરોના દર્દીઓ માટે આઇ.સી.યુ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરંતુ ગતરોજ અમદાવાદની શ્રેય હોસ્પિટલના કોરોના આઇસીયુ વોર્ડમાં ભભૂકેલી આગમાં આઠ દર્દીઓના મોતની ઘટનાએ તંત્રની કામગીરી સામે રોષમિશ્રિત પ્રશ્નાર્થ સર્જયા છે.

અમદાવાદની ઘટનાથી આણંદ જિલ્લા તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને આણંદ સ્થિત કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળોએ ફાયર એનઓસી મામલે તપાસ હાથ ધરી હતી. નિયમોનુસાર હોસ્પિટલ, સરકારી કચેરીઓ, બહુમાળી કોમ્પલેક્ષો સહિતના વધુ અવરજવર ધરાવતી કચેરીઓ, સંસ્થાઓએ દર વર્ષ ફાયર વિભાગમાંથી એન.ઓ.સી. મેળવવાની હોય છે. પરંતુ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં જવાબદાર તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે.

જેમાં આણંદ શહેર, જિલ્લામાં કોરોનાના વધતા જતા દર્દીઓને સારવાર મળી રહે તે માટે આણંદ પાલિકા હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. પરંતુ અહીંના કોરોના વોર્ડ સહિતના સમગ્ર હોસ્પિટલ માટે ફાયર એનઓસી જ લેવામાં આવ્યું નથી. મતલબ કે આગની ઘટનામાં ત્વરિત બચાવ કામગીરી માટે સાધનો સહિતનું આયોજન જ કરાયું નથી. અહીંના આઇસોલેશન વોર્ડમાં ફાયર સેફટીના નામે માત્ર બે બોટલો જ મૂકી રાખવામાં આવી છે. ત્યારે સવાલ એ પણ થઇ રહ્યો છે કે, દર વર્ષ હોસ્પિટલ દ્વારા ફાયરના સાધનોનું મેન્ટેનન્સ કરવામાં આવે છે કે કેમ? હોસ્પિટલોએ દર વર્ષ ફાયરની એનઓસી લેવી પડતી હોવાના, જરુરી ફાયરના સાધનો ઉપલબ્ધ હોવા સહિતની બાબતોનો આણંદ સિવિલમાં છેદ ઊડી ગયાની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. આ ઉપરાંત આણંદમાં નવા બનેલ કલેકટરાલયમાં ફાયરની નવી સીસ્ટમ લગાવવામાં આવી છે. તે પ્રમાણે બોરસદ ચોકડીએ નવીન બનેલ જિલ્લા પંચાયત ભવનમાં પણ ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ કર્યા છે. પરંતુ અરજદારો સહિત કર્મચારી-અધિકારીઓની મોટી અવરજવર ધરાવતા આ બે બહુમાળી સંકુલો માટે ફાયર વિભાગ, આણંદમાંથી ફાયર એનઓસી રીન્યુ કરાવવામાં જ આવી ન હોવાનું જાણવા મળે છે. ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર બહુમાળી સરકારી ઓફિસોમાં ફાયરના સાધનોનું દર વર્ષ મેન્ટેનન્સ કરાવવું ફરજિયાત છે. જે કાર્યવાહી પૂર્ણ કર્યાની ચકાસણી બાદ ફાયર વિભાગને એનઓસી માટે અરજી કરવામાં આવે છે. જેની ચકાસણી કરીને ફાયર વિભાગ દ્વારા એનઓસી આપવામાં આવે છે. આ દર વર્ષ કરવી પડતી ફરજિયાત પ્રકિયા છે. છતાંયે કલેકટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં આ મહત્વની બાબતે બેદરકારી દાખવવામાં આવી રહી છે.

સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા : ર૧ સભ્યોની હાજરીમાં વિવિધ ર૯ મુદ્દા મંજૂર

આંકલાવ નગરપાલિકામાં સમિતિઓની રચના

બોરસદ : સોશિયલ મીડિયા પર 'કામ બોલતા હૈ' પોસ્ટ મૂકનાર પાલિકા પ્રમુખને યુઝર્સ આડે હાથ લીધા

દહેમીમાં દીવાલ ધરાશાયી થતાં ૬ વર્ષના બાળકનું દબાઈ જતાં મોત

ચરોતરમાં ડાંગર-બાજરી ખરીફ પાકોના ભાવની ચિંતા સાથે કાપણીનો શુભારંભ

ઉત્તરપ્રદેશમાં સાવકા પિતા સાથે અણબનાવ થતાં ટ્રેનમાં આણંદ આવેલા બાળકનો ૮ માસ બાદ પરિવાર સાથે મેળાપ

કોરોનાકાળમાં નવેમ્બરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવા રાજય પ્રા.શિ. સંઘની રજૂઆત

આણંદ જિલ્લામાં બીજા દિવસે પણ માત્ર ૧ પોઝિટિવ સાથે કુલ ૧૦૦૧ કેસ