Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
ભારત બાદ યુએસના પણ ચીની એપ સામે પગલાં
ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ લગાવ્યો
રાષ્ટ્રની સુરક્ષા માટે આ એપ્સ ભયજનક હોવાનો ખુલાસો
08/08/2020 00:08 AM Send-Mail
ગૂગલનો ચીનને ઝટકો : ૨૫૦૦થી વધુ યૂટ્યૂબ ચેનલ્સને ડિલિટ કરી
પહેલા ભારતે ચીનના ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ફરીથી ૪૭ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ગૂગલે પણ ચીનની તરફ ખાસ પગલું લીધું છે. ઉલ્લેખનીય છે ગૂગલના આ નિર્ણયથી ચીનને મોટો ઝટકો લાગશે. ગૂગલે ચીનની ૨૫૦૦થી વધારે યૂટયૂબ ચેનલ્સને ડિલિટ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ચીની યૂટયુબ ચેનલ્સની મદદથી ભ્રામક જાણકારી ફેલાવવામાં આવી રહી હતી. તેની જાણકારી મળતાં વીડિયો શેરિંગ પ્લેફોર્મે આ ચીની યૂટયૂબ ચેનલ્સને હટાવી દીધી છે. ગૂગલે કહ્યું કે આ યૂટયૂબ ચેનલ્સને એપ્રિલ અને જૂનની વચ્ચે જ હટાવી દેવામાં આવી હતી. ગૂગલનું કહેવું છે કે ચીન સાથે જોડાયેલા ઈન્ફ્લુએન્સ ઓપરેશનને માટે ચાલી રહેલી તપાસના આધારે આ પગલું લેવામાં આવ્યું છે. ગૂગલે પોતાની ભ્રામક જાણકારી વાળા ઓપરેશનના ત્રિમાસિક બુલેટિનમાં સૂચના આપી છે અને તેમાં કહ્યું છે કે યૂટયુબના આધારે આ ચેનલ્સ પર ખાસ કરીને સ્પૈમી, નોન પોલિટિકલ કન્ટેન્ટ પોસ્ટ થતું હતું. પરંતુ તેમાં રાજનીતિ સાથે સંકળાયેલી વાતો પણ હતી. જો કે ગૂગલે આ ચેનલના નામનો કોઈ ખુલાસો કર્યો નથી, પણ કેટલીક સૂચનાઓ આપી છે. કંપનીએ કહ્યું છે કે હવે ટ્વિટર પર પણ આવી એક્ટીવીટીવાળા વીડિયોની લિંક જોવા મળી રહી છે.

ચીનની સામે સતત આક્રમાક અને ધારદાર રીતે પોતાનો પક્ષ અને રજૂઆતો કરતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટીકટોક અને વીચેટ માલિકો સાથે કોઈ પણ પ્રકારની 'લેવડ-દેવડ' પર પ્રતિબંધ લગાવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માઈક્રોસોફ્ટ કે અન્ય કોઈ કંપની દ્વારા ખરીદી માટે આગળના આવ્યા બાદ ટિકટોક પર પ્રતિબંધ લગાવવા માટે ૧૫ સપ્ટેમ્બરનો સમય નક્કી કરવામાં આવ્યો છે. તેમણે આ સંબંધમાં કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ગુરુવારે સાંજે ચીની એપ ટિકટોક અને વીચેટને ૪૫ દિવસની અંદર પ્રતિબંધ લગાવવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે.

આ પહેલા સેનેટમાં એકમત સાથે અમેરિકાના કર્મચારીઓ દ્વારા ટિકટોકનો ઉપયોગ ના કરવાના આદેશ પર સહમતી દર્શાવી હતી. પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર પછી ટ્રમ્પે કહ્યું કે આ પ્રતિબંધ જરુરી છે, કારણ કે *અવિશ્વસનીય* એપ જેવી કે ટિકટોકથી ડેટા એકઠો કરવો દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, *ડેટાના કલેક્શનથી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા અમેરિકાના લોકોની ખાનગી અને સ્વામિત્વ સંબંધી જાણકારી પહોંચી જાય છે. જેના આધારે અમેરિકાના કર્મચારીઓને ટ્રેક કરવાની મંજૂરી મળી જાય છે. આટલું જ નહીં કમ્યુનિસ્ટ પાર્ટી અંગત સૂચનાઓને બ્લેકમેલ કરવા માટે ડોઝિયર બનાવી શકે છે અને કોર્પોરેટ જાસૂસી પણ કરી શકે છે. ટિકટોક, માઈક્રોસોફ્ટ અને વીચેટના માલિકોએ તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બુધવારે કહ્યું હતું કે તેઓ અમેરિકાની કાર્યવાહી ચીનથી ખાનગી એપ સુધી વધારી રહ્યા છે. તેમણે ટિકટોક અને વીચેટનું નામ પણ લીધું હતું. મહત્વનું છે કે, ભારતમાં પહેલાથી જ ચીનની સંદિગ્ધ એપ પર પહેલા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.