Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
કોઝિકોડ એરપોર્ટે રન-વે ઉપર લપસ્યું
દુબઇથી કેરળ આવી રહેલા એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ : બે પાયલટ સહિત ૧૧ના મોત
વરસાદને કારણે કોઝિકોડ એરપોર્ટના રન-વે ઉપર લપસી ૩૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું : વિમાન બે ટૂકડામાં વહેંચાઇ ગયું : ૧૭૦ મુસાફરો સુરિક્ષત
08/08/2020 00:08 AM Send-Mail
એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન દુબઇથી જ આવી રહ્યુ હતું : ૧૦ વર્ષ પહેલા આવો જ અકસ્માત થયો હતો
એર ઇન્ડિયા એક્સપ્રેસનું એક વિમાન શુક્રવારે કેરળના કોઝિકોડ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે અકસ્માતનું ભોગ બની ગયું. બે પાયલટ સહિત ૧૧ના મોત થયાના અહેવાલ છે. આ અકસ્માતે આજથી લગભગ ૧૦ વર્ષ પહેલા મેંગલુરૂમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના જ એક વિમાનને નડેલા અકસ્માતની યાદ તાજી કરી દીધી. સંયોગવશ લગભગ ૧૦ વર્ષ પહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસનું જ એક યાત્રી વિમાન મેંગલુરૂમાં આ રીતે અકસ્માતનો ભોગ બન્યું હતું. એ પણ સંયોગ છે કે તે વિમાન પણ દુબઇથી જ આવી રહ્યુ હતું. ૨૨ મે ૨૦૧૦ના રોજ એર ઇન્ડિયાના દુબઇથી મેંગલુરૂ આવી રહેલા વિમાન સંખ્યા ૮૧૨ લેન્ડિંગ વખતે જ રવનને પાર કરતાં પહાડીમાં તૂડી પડ્યું હતું. તે વખતે દુર્ઘટનામાં ૧૫૮ લોકોના મોત થયા હતાં. એ વિમાનમાં ૧૬૦ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર્સ હતાં. તમામ ચાલક દળના સભ્યો અને ૧૫૨ મુસાફરોના મોત થયા હતાં. માત્ર ૮ મુસાફરો જ બચી શક્યા હતાં. રાહતની વાત એ છે કે મેંગલુરૂ ઘટનામાં વિમાનમાં આગ લાગી ગઇ હતી પરંતુ આજે બનેલી ઘટનામાં પ્લેનમાં આગ લાગી ન હતી.

કેરળના કોઝિકોડ એરપોર્ટ આજે મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું વિમાન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. આ વિમાનમાં ૬ ક્રૂ મેમ્બર અને ૧૮૯ મુસાફરો હતાં. તેમાં ૧૨૮ પુરૂષો, ૪૬ મહિલા, ૧૦ નવજાત બાળકો અને ૭ ક્રૂ મેમ્બર્સ (બે પાયલટ અને ૫ કેબિને ક્રૂ) સામેલ હતાં.મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં બન્ને પાયલોટ સહિત ૧૧ લોકોના મોત થયા છે જ્યારે ૧૭૦ લોકો સુરિક્ષત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કે ઘાયલ થયેલા ૩૫ જેટલા મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વિમાન એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યું હતું ત્યારે ભારે વરસાદ થઇ રહ્યો હતો. ટચડાઉન કરાં જ બ્લેન રનવે પર લપસી પડ્યું હતું અને ૩૦ ફૂટ ઉંઢી ખીણમાં પડી ગયું હતું. લેન્ડિંગ વખતે વિઝીબિલિટી ૨૦૦૦ મીટર હતી.

કોરોના મહામારીના લીધે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલા વંદે ભારત મિશન અંતર્ગત આ વિમાન અહીં આવ્યું હતું. આ દુર્ઘટનામાં એક પાયલટ અને બે મુસાફરોના મૃત્યુના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે દુર્ઘટના અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને રેસ્ક્યુ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતાં.

મળતી માહિતી અનુસાર દુબઇ-કોઝિકોડ ફ્લાઇટ એક્સ૧૩૪ એ બોઇંગ ૭૩૭ વિમાન છે. સાંજે ૭.૩૮ વાગ્યે તે એરપોર્ટ પર લેન્ડ થયું હતું. લેન્ડ થયા બાદ અચાનક ફસડાઇ પડ્યું હતું. કેરળ પોલીસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૩૫ જેટલા લોકો અત્યારે અલગ અલગ હોસ્પિટલમાં શિફ્ટ છે. બાકીના ૧૦૦ જેટલા લોકોની શોધખોળ ચાલુ છે. રાત્રિનો સમય હોવાછી ટોર્ચની અછત અને અન્ય બાબતો કામગીરીની અસર કરી રહી છે. બીજી તરફ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આ ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિમાનમાં વંદે ભારત મિશન અંતર્ગત દુબઇથી યાત્રીઓને ભારત પરત લાવવામાં આવી રહ્યા હતાં.