Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
વર્ચ્યુઅલ ટેબલ ટેનિસની સ્પર્ધામાં આણંદ જિલ્લાના વિશિષ્ટ શાળાના મનોદિવ્યાંગો અગ્રેસર
08/08/2020 00:08 AM Send-Mail
સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત (ગુજરાત) દ્વારા તાજેતરમાં વર્ચ્યુએલ (ઓનલાઈન) ટેબલ ટેનિસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારત દેશના ૧૧ રાજ્યોમાંથી કુલ ૪૫૭ મનોદિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ વયજૂથમાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય તરફથી આણંદ જિલ્લાના આઠ મનોદિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુરુકૃપા નિવાસી વિશિષ્ટ શાળાના નિયામક જિજ્ઞેશકુમાર ઠક્કરના નેતૃત્વ હેઠળ શાળાના શિક્ષકો સ્નેહા ઠક્કર, રાજેન્દર સિંઘ, પ્રીતિબહેન મહેતાએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ મનોદિવ્યાંગ ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ લેવડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોરોનાથી બચવા માટેની ગાઈડલાઈન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ખેલાડીને વ્યક્તિગત રીતે પ્રશિક્ષણ આપવામાં આવતું હતું.

વર્ચ્યુઅલ ટેબલ ટેનિસની સ્પર્ધામાં ગુરુકૃપા નિવાસી વિશિષ્ટ શાળાના પાંચ ખેલાડીઓએ ટેબલ ટેનિસના વ્યક્તિગત કૌશલ્યો... હેન્ડ બાઉન્સ અને રેકેટ બાઉન્સની સ્પર્ધામાં ભાગ લઈ પોતાના પ્રતિસ્પર્ધી ખેલાડીઓને પરાસ્ત કરી જયરાજ ટાંટોડ, વ્રજ પટેલ, અક્ષર પ્રજાપતિએ પ્રથમ, આકાશ કળથિયા દ્વિતીય અને હરેશ પ્રજાપતિ ચોથા સ્થાને રહ્યા હતા. આમ મનોદિવ્યાંગોએ ૩ ગોલ્ડ મેડલ અને ૧ સિલ્વર મેડલ મેળવી શાળાનું અને શ્વેતનગરી આણંદનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરેલ છે. આ પ્રસંગે સર્વોત્કર્ષ સેવા સંસ્થાના ટ્રસ્ટી જિજ્ઞેશકુમાર ઠક્કર, પૂનમ ઠક્કર, અરવિંદ રાણા, પિયુષ ઠક્કર, દર્શના ઠકરાર અને મેહુલ ઠક્કરને વિજેતા ખેલાડીઓની સિદ્ઘિને બિરદાવીને અભિનંદન આપ્યા હતા.

રાષ્ટ્રીય શૈિક્ષક મહાસંઘ ગ્રાન્ટેડ પ્રાથમિક આણંદ જિલ્લા કારોબારી દ્વારા સન્માન

પોરડામાં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્પેક એન્જિનિયરીંગ દ્વારા વૃક્ષારોપણ

બી.જે.વી.એમ. કોમર્સ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડો. પરેશ મોરધરા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

બીવીએમ એલ્મની એસોસિએશન દ્વારા ‘બીવીએમ રોડમેપ્સ ટુવાર્ડસ યુ.એસ.એ./કેનેડા-જીટુજી ૨૦૨૨’

એમબીઆઈટી કોલેજ દ્વારા વર્ચ્યુઅલ ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ

વલેટવા આંગણવાડીમાં વાનગી હરિફાઈ

વિદ્યાનગરના મૂર્તિકાર દ્વારા ડો.કુરિયનની કાંસ્યની અર્ધ પ્રતિમાનું સર્જન

સ્પેક (બી.સી.એ-૬ સેમ)ના વિદ્યાર્થીઓ સ.પ.યુનિમાં ટોપ ટેનમાં