Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
આણંદવાસીઓ સાવચેત : શહેરના જાહેર માર્ગો પર જન્માષ્ટમી સુધી ગાયોને હરવા-ફરવાની છૂટ !
ઢોર પકડ પાર્ટીના કોન્ટ્રાકટર સહિતની ટીમ વતન ગઇ હોવાથી રખડતા પશુ પકડવાની કામગીરી ઠપ્પ
07/08/2020 00:08 AM Send-Mail
આણંદમાં રખડતી ગાયોના કારણે વાહનચાલકોને અકસ્માત, રાહદારીઓને ઇજા અને કેટલાક કિસ્સામાં મૃત્યુની ફરિયાદોનું લાંબા સમયથી કોઇ ચોકકસ નિરાકરણ આવ્યું નથી. જાહેર માર્ગો પર ગાયોના અડીગા અને દોડાદોડીના કારણે શહેરીજનોને ખૂબ સાવચેતીથી પસાર થવાની ફરજ પડી રહી છે. ગાયોના વધતા ત્રાસ અંગેની અનેકો રજૂઆતોના પગલે આણંદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.

જાણવા મળ્યાનુસાર રાજસ્થાનના કોન્ટ્રાકટર દ્વારા શરુઆતના સમયમાં શહેરમાં વિવિધ માર્ગો પર રખડતી ગાયોને પકડવાની કામગીરી કરી હતી. જેમાં પશુમાલિક પાસેથી દંડ અને માલિક ન આવે તો તે ગાયોને અજરપુરાની ગૌશાળામાં મોકલવામાં આવતી હતી. જો કે આ કામગીરીમાં અનેક વખત જાહેર માર્ગો પર આગળ દોડતી ગાય, તેની પાછળ પશુપાલક અને તેની પાછળ ઢોર પકડ પાર્ટીના ફિલ્મી દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં રાહદારીઓ, વાહનચાલકોને અકસ્માત થયાના, ઇજા પહોંચ્યાના બનાવ પણ બન્યા હતા. ઉપરાંત કેટલાક સ્થળોએ પશુપાલકોએ ઢોર પકડ પાર્ટી સાથે ઉગ્ર બોલાચાલી અને ધોલધપાટ પણ કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી પુન: શહેરના જાહેર માર્ગો પર ગાયોના ટોળા વિહરી રહ્યાનું અને રોડ પર અડિંગો જમાવ્યાનું જોવા મળી રહ્યું છે. આથી ઢોર પકડ પાર્ટીની કામગીરી બંધ કરી દેવામાં આવી કે શુંના સવાલો શહેરીજનોમાં થઇ રહ્યા છે. જો કે આ અંગે પૃચ્છા કરતા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, તહેવારોના કારણે ગાયો પકડવાની કામગીરી હાલ બંધ રાખવામાં આવી છે. ઉપરાંત ઢોર પકડ પાર્ટીનો કોન્ટ્રાકટ રાખનારના માણસો વતન રાજસ્થાન ગયા છે. જેઓ જન્માષ્ટમી બાદ પરત આવ્યેથી પુન: શહેરમાં માર્ગો પર ફરતી ગાયો પકડવાની ઝુંબેશ હાથ ધરવામા ંઆવશે. ઉલ્લેખનીય છેકે, તહેવારોના કારણે માર્ગો પર રાહદારી, વાહનચાલકોની વિશેષ અવરજવર રહેશે. આ સમયમાં જન્માષ્ટમી સુધી ઢોર પકડ પાર્ટીની ગેરહાજરીમાં આણંદવાસીઓએ જ અવરજવર દરમ્યાન ગાયોથી સાવધાન રહેવું પડશેની સ્થિતિ ઊભી થઇ છે.

સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા : ર૧ સભ્યોની હાજરીમાં વિવિધ ર૯ મુદ્દા મંજૂર

આંકલાવ નગરપાલિકામાં સમિતિઓની રચના

બોરસદ : સોશિયલ મીડિયા પર 'કામ બોલતા હૈ' પોસ્ટ મૂકનાર પાલિકા પ્રમુખને યુઝર્સ આડે હાથ લીધા

દહેમીમાં દીવાલ ધરાશાયી થતાં ૬ વર્ષના બાળકનું દબાઈ જતાં મોત

ચરોતરમાં ડાંગર-બાજરી ખરીફ પાકોના ભાવની ચિંતા સાથે કાપણીનો શુભારંભ

ઉત્તરપ્રદેશમાં સાવકા પિતા સાથે અણબનાવ થતાં ટ્રેનમાં આણંદ આવેલા બાળકનો ૮ માસ બાદ પરિવાર સાથે મેળાપ

કોરોનાકાળમાં નવેમ્બરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવા રાજય પ્રા.શિ. સંઘની રજૂઆત

આણંદ જિલ્લામાં બીજા દિવસે પણ માત્ર ૧ પોઝિટિવ સાથે કુલ ૧૦૦૧ કેસ