Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
અમૂલ ચૂંટણી : ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે ૫ બ્લોકમાંથી ૫ ફોર્મ ભરાયા
આણંદ, ખંભાત, પેટલાદ, મહેમદાવાદ અને નડિયાદ બ્લોકમાંથી ઉમેદવારી પત્ર ભરાયા : આજીવન વ્યકિત સભાસદમાંથી ૧ ઉમેદવારી પત્ર ભરાયું
07/08/2020 00:08 AM Send-Mail
૭ મત ધરાવતા આજીવન વ્યકિત વિભાગ બિનહરીફ થશેની શકયતા
અમૂલ ડેરીની ચૂંટણીમાં આજીવન વ્યકિત સભાસદ વિભાગમાં ગત ટર્મમાં ચૂંટણી યોજાઇ હતી. પરંતુ આ વિભાગમાં માત્ર ૭ મતદારો હોઇ આ બેઠક પર લાંબા સમયથી ચૂંટાતા સારસાના રણજીતભાઇ કાંતિભાઇ પટેલ એકમાત્ર ઉમેદવાર હોવાથી તેઓ બિનહરીફ થશેની સંભાવના વ્યકત થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, રણજીતભાઇ પટેલ છેલ્લા બે ટર્મથી ડેરીમાં ડિરેકટરપદ સંભાળી રહ્યા છે. આજે તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યુ હતું.

ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ
અમૂલની યોજાનાર ચૂંટણીમાં ઉમેદવારીપત્ર રજૂ કરવાની પ્રકિયાનો આજથી આરંભ થયો હતો. ૧૩ ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તા. ૧૪મીએ ઉમેદવારી પત્રોની ચકાસણી અને ૧૮ ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. તા. ર૯ ઓગસ્ટે મતદાન થશે અને ૩૧ ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે.

બ્લોક પદ્વતિથી યોજાનાર ચૂંટણી
અમૂલ ડેરીની ચૂંટણી બ્લોક પદ્વતિથી યોજાશે. જેમાં જે-તે તાલુકાના નકકી કરાયેલ બ્લોકમાં એક જ ઉમેદવારને મતદાર મત આપી શકશે. જેમાં આણંદ-ઉમરેઠ તાલુકાનો બ્લોક, બોરસદ-આંકલાવ, પેટલાદ-સોજીત્રા જેવા તાલુકામાં સમાવિષ્ટ અને મતાધિકાર ધરાવતી મંંડળીઓના તૈયાર કરાયેલ બ્લોકમાં જે -તે ઉમેદવારને મતદારો એક જ મત આપી શકશે.

અમૂલની આગામી ર૯ ઓગસ્ટે યોજાનાર ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાનો આજથી આરંભ થયો હતો. આજે પ્રથમ દિવસે પ બ્લોકમાંથી પ ફોર્મ ભરાયા હતા. જયારે આજીવન વ્યકિત સભાસદમાંથી એક ઉમેદવારી પત્ર ભરાયું હતું. આગામી ૧૩ ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો ભરવાની પ્રકિયા ચાલશે.

આજે ભરાયેલ ઉમેદવારી પત્રોમાં આણંદ બ્લોકમાંથી ભરતભાઇ સુરેશભાઇ પટેલ (કુંજરાવ), ખંભાતમાં પટેલ હિરણાક્ષીબેન પ્રમોદભાઇ (ખાનપુર), પેટલાદમાં પટેલ તેજસકુમાર બિપીનચંદ્ર (પીપળાવ), મહેમદાવાદમાં ચૌહાણ ગૌતમભાઇ રાવજીભાઇ (વરસોલા) અને નડિયાદમાં વાઘેલા રાવજીભાઇ સોમાભાઇએ ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારીપત્ર સુપ્રત કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ ડેરી), આણંદની આગામી ર૯ ઓગસ્ટ,ર૦ર૦ના રોજ પ વર્ષના કાર્યકાળ માટેની ચૂંટણી યોજાનાર છે. જેથી આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના સહકારી રાજકારણમાં હલચલ વર્તાઇ રહી છે. અમૂલ ડેરીમાં સત્તા હસ્તગત કરવા માટે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ રસ દાખવી રહ્યાની ચર્ચાના કારણે ચૂંટણી વધુ રસાકસીભરી બની રહેશેના એંધાણ વર્તાઇ રહ્યા છે. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના છ લાખ પશુપાલકોની માતૃસંસ્થા અમૂલ ડેરીના બોર્ડ ઓફ ડિરેકટર્સની ૧૩ બેઠકોની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સહકારી આગેવાનોની ગુપ્ત મસલતોની બેેઠકોનો દૌર ચાલુ થઇ ગયો છે. જેમાં બ્લોકવાઇઝ ઉમેદવારોની પેનલ તેયાર કરવાનું આયોજન કરાયાનું જાણવા મળે છે.

સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા : ર૧ સભ્યોની હાજરીમાં વિવિધ ર૯ મુદ્દા મંજૂર

આંકલાવ નગરપાલિકામાં સમિતિઓની રચના

બોરસદ : સોશિયલ મીડિયા પર 'કામ બોલતા હૈ' પોસ્ટ મૂકનાર પાલિકા પ્રમુખને યુઝર્સ આડે હાથ લીધા

દહેમીમાં દીવાલ ધરાશાયી થતાં ૬ વર્ષના બાળકનું દબાઈ જતાં મોત

ચરોતરમાં ડાંગર-બાજરી ખરીફ પાકોના ભાવની ચિંતા સાથે કાપણીનો શુભારંભ

ઉત્તરપ્રદેશમાં સાવકા પિતા સાથે અણબનાવ થતાં ટ્રેનમાં આણંદ આવેલા બાળકનો ૮ માસ બાદ પરિવાર સાથે મેળાપ

કોરોનાકાળમાં નવેમ્બરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવા રાજય પ્રા.શિ. સંઘની રજૂઆત

આણંદ જિલ્લામાં બીજા દિવસે પણ માત્ર ૧ પોઝિટિવ સાથે કુલ ૧૦૦૧ કેસ