Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં આવેલ પાંચ રેલવે ફાટક પર બ્રીજની કામગીરીને વહીવટી મંજૂરી
એક મહિનામાં ટેન્ડર બહાર પડાશે, હાલ માર્ગ-મકાન વિભાગ દ્વારા સર્વની કામગીરી હાથ ધરાઇ
07/08/2020 00:08 AM Send-Mail
વઘાસી ઓવરબ્રીજ માટે રેલવેએ ફાઉન્ડેશન ઊભા કરી દીધા, જમીન સંપાદનની કામગીરી શરૂ
આણંદના ગણેશ ચોકડીથી વડોદરા તરફ જવા માર્ગ પર વઘાસી ફાટક આવેલ છે. અહીં હાલમાં ઓવરબ્રીજ બનાવવાની કામગીરીના ભાગરુપે રેલવેની હદમાં બ્રીજ માટેના ફાઉન્ડેશન બનાવવામાં આવ્યા છે. બ્રીજની બંને તરફે રસ્તા માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આથી આગામી સમયમાં બ્રીજના બંને તરફેની કામગીરી હાથ ધરાશે. જે પૂર્ણ થયા બાદ આણંદથી મોગર, વાસદ અને વડોદરા જનાર વાહનચાલકોને સરળતા રહેશે.

આણંદમાં ગણેશ ફાટકેથી ચિખોદરા ઓવરબ્રીજ તેમજ કલેકટર કચેરી તરફના ઓવરબ્રીજનું આયોજન
આણંદમાં અમૂલ ડેરી રોડ પર આવેલ ગણેશ ફાટકે ટ્રાફિકની અવરજવરમાં ખાસ્સો વધારો થયો છે. ટ્રેન આવવા-જવાના સમયે ફાટક બંધ રાખવામાં આવતી હોવાના કારણે બંને તરફે વાહનોની લાંબી લંગાર જામી જાય છે. જેના કારણે ચિખોદરા ઓવરબ્રીજ તરફે તેમજ કલેકટર કચેરી તરફે અવરજવર કરનારાઓને પણ ટ્રાફિકમાં લાંબો સમય વ્યય કરવાની ફરજ પડે છે. આ ફાટકે ઓવરબ્રીજ બનાવવા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. દરમ્યાન રેલ તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરીમાં ગણેશ રેલ ફાટકે ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે. જેને વહીવટી મંજૂરી અપાઇ છે. માર્ગ-મકાન વિભાગના જણાવ્યાનુસાર ગણેશ ફાટકેથી એક ઓવરબ્રીજ ચિખોદરા ઓવરબ્રીજ તરફે અને અન્ય બ્રીજ કલેકટર કચેરી તરફેનો બનશે. જયારે કલેકટર કચેરી નજીક બ્રીજની નીચે બે અન્ડર ગ્રાઉન્ડ પાસ (સર્વિસ રોડ) બનાવવામાં આવશે. જેની વહીવટી મંજૂરી માટે માર્ગ-મકાન વિભાગ, આણંદ દ્વારા ગાંધીનગર દરખાસ્ત મોકલવામાં આવ્યાનું જાણવા મળે છે. જો કે બે માસમાં દરખાસ્ત મંજૂર થઇને આવ્યા બાદ કામગીરી આરંભાશેનો આશાવાદ તંત્રએ વ્યકત કર્યો હતો.

આણંદ શહેર સહિત નાના, મોટા વાહનોની સતત અવરજવર રહેતી હોય તેવા રેલવે ફાટક પર ઓવરબ્રીજ બનાવવાનું છેલ્લા કેટલાક સમયથી રેલ તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયું હતું. જેમાં હવે આણંદ જિલ્લામાં વધુ અવરજવરના માર્ગોવાળી પાચ રેલ ફાટકો પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરીને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

જેમાં ઓવરબ્રીજની આજુબાજુના રસ્તા સહિતના સર્વ-જમીન સંપાદનની કામગીરી માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું કાર્યપાલક ઇજનેર એચ.ડી.રાઠોડે જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, આણંદ જિલ્લામાં આવેલ પ રેલ ફાટકોએ ઓવરબ્રીજની કામગીરી મંજૂર થઇ છે. જેમાં આણંદની બોરસદ ચોકડીએ લોટેશ્વર ભાગોળ ફાટક, અડાસ-આસોદર થઇને ખડોલ રેલવે ફાટક, વડોદ-મોગર રેલવે ફાટક, લાંભવેલ-રાવળાપુરા રેલવે ફાટક, વઘાસી રેલવે ફાટકનો સમાવેશ થાય છે.

રેલવે તંત્ર તરફથી આ તમામ ફાટકો પર બ્રીજ બનાવવાની માંગવામાં આવેલ મંજૂરીને રાજય સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. જેમાં માર્ગ-મકાન વિભાગ અને શહેરી વિકાસ નિગમ-ગાંધીનગર દ્વારા વહીવટી મંજૂરી મેળવવામાં આવી છે. હાલમાં આણંદ માર્ગ-મકાન વિભાગ દ્વારા સર્વની કામગીરી ચાલી રહી છે. આગામી એક માસમાં ઓવર બ્રીજની કામગીરી માટેના ટેન્ડરો બહાર પડાશે. વર્ષ ર૦ર૧ના પ્રારંભ સુધીમાં ઓવર બ્રીજ બનાવવાની કામગીરી શરુ થઇ જશેનો મત વ્યકત કર્યો હતો.

સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા : ર૧ સભ્યોની હાજરીમાં વિવિધ ર૯ મુદ્દા મંજૂર

આંકલાવ નગરપાલિકામાં સમિતિઓની રચના

બોરસદ : સોશિયલ મીડિયા પર 'કામ બોલતા હૈ' પોસ્ટ મૂકનાર પાલિકા પ્રમુખને યુઝર્સ આડે હાથ લીધા

દહેમીમાં દીવાલ ધરાશાયી થતાં ૬ વર્ષના બાળકનું દબાઈ જતાં મોત

ચરોતરમાં ડાંગર-બાજરી ખરીફ પાકોના ભાવની ચિંતા સાથે કાપણીનો શુભારંભ

ઉત્તરપ્રદેશમાં સાવકા પિતા સાથે અણબનાવ થતાં ટ્રેનમાં આણંદ આવેલા બાળકનો ૮ માસ બાદ પરિવાર સાથે મેળાપ

કોરોનાકાળમાં નવેમ્બરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવા રાજય પ્રા.શિ. સંઘની રજૂઆત

આણંદ જિલ્લામાં બીજા દિવસે પણ માત્ર ૧ પોઝિટિવ સાથે કુલ ૧૦૦૧ કેસ