Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા મામલો ગરમાયો
ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયના વિરોધમાં હાવર્ડ-ઝકર યુનિ. કોર્ટ પહોંચી
સ્ટુડન્ટ વિઝા નિયમના કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલી, અનેકોને દેશ છોડવાનો આદેશ : ભારતના વિરોધ બાદ અમેરિકી પ્રશાસનનું નરમ વલણ, વિઝા નિયમો અંગે વિચાર કરવાનું આશ્વાસન
09/07/2020 00:07 AM Send-Mail
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓને કોરોના મહામારીના સંકટ વચ્ચે વિઝા ન આપવાના અમેરીકી સરકારના નિર્ણયના વિરોધમાં અહીંની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. અમેરિકાની બે ટોપ યુનિવર્સિટી હાવર્ડ અને એમઆઇટી (મૈસાચ્યુસેટસ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી)એ આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવીને તેની પર પુન: વિચાર કરવાની માંગ કરી છે. બંને યુનિવર્સિટીઓએ કહ્યું હતું કે, અચાનક લેવાયેલા નિર્ણયના કારણે અહીં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પરેશાનીમાં મૂકાઇ શકે છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં નથી.

વિઝાના કારણે ભારતીય વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી બંને યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. સૂત્રોનુસાર આ બંને યુનિવર્સિટી તરફથી વિરોધ વ્યકત થયા બાદ અન્ય યુનિવર્સિટીઓએ પણ અમેરીકી પ્રશાસનના નિર્ણયનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત અનેક શિક્ષાણવિદે પણ આ નિર્ણયની વિરુદ્વમાં છે. વધતા જતા વિરોધના કારણે અહીં ભણવા આવનાર હજારો વિદ્યાર્થીઓને રાહત મળવાનો અણસાર વ્યકત થઇ રહ્યો છે.

અમેરિકી વિદેશ મંત્રાલયનું નરમ વલણ સ્ટુડન્ટ વિઝા મામલે વધતા વિરોધ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રાલયે નરમ વલણ અખત્યાર કર્યુ છે. અમેરિકાએ કહ્યું હતું કે, વિઝાના નવા નિયમોનો પ્રભાવ ઓછો થાય તે માટેના રસ્તાઓ વિચારવામાં આવશે. એમ પણ કહયું હતું¶ કે, નવા કાયદા માટે વિસ્તૃત ગાઇડલાઇન હવે પ્રસિદ્વ કરાશે. જેથી અનેક શંકાઓ દૂર થશે. જોકે ભારત તરફથી ચિંતા વ્યકત કરાયા બાદ અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા આ નિવેદન જારી કરાયું હતું. ભારતે અમેરિકા સાથે કરી વાતચીત ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન સિંગલા અને અમેરિકાના સમક્ષ અધિકારી ડેવિડ હૈલ વચ્ચે મંગળવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન મીટીંગ થઇ હતી. સૂત્રોનુાસર વાતચીતમાં સ્ટુડન્ટ વિઝા અને અમેરિકામાં કામ કરનાર ભારતીયોના હિતોની બાબત મુખ્ય મુદ્દો રહ્યો હતો. એફ-૧ અને એમ-૧ વિઝાધારકોને અમેરિકા છોડવા આદેશ અમેરિકાએ બે દિવસ અગાઉ પોતાના વિવાદાસ્પદ આદેશમાં કહ્યું હતું કે, જે વિશ્વવિદ્યાલયમાં કોરોના સંકટ સમયમાં ઓનલાઇન કલાસીસ ચાલી રહ્યા છે ત્યાંના વિદેશી વિદ્યાર્થીઓએ દેશ છોડવો પડશે. અમેરિકાએ ઇમીગ્રેશન અને કસ્ટમ ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની તરફથી જારી આદેશમાં કહ્યું હતું કે, નોન ઇમીગ્રાન્ટ એફ-૧ અને એમ-૧ વિઝા અંતર્ગત ઓનલાઇન કલાસીસ ચાલી રહ્યા છે તે વિદ્યાર્થીઓને અમેરિકા આવવાની મંજૂરી નહીં અપાય. આ આદેશ અંતર્ગત આવા જે વિદ્યાર્થીઓ અમેરિકામાં છે તેઓને પોતાના વતન પરત ફરવું પડશે. આગામી સેમેસ્ટર માટે પણ વિઝા નહીં અપાય અમેરિકાએ કહ્યું હતું કે, એફ ૧ વિઝા રેગ્યુલર એકેડેમિક કોર્સ કરનાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જયારે એમ-૧ વિઝા વોકેશનલ કોર્સ કરનારને આપવામાં આવે છે. અમેરિકાએ કહ્યું હતું કે, આવા તમામ સ્ટુડન્ટને આગામી સેમેસ્ટરના વિઝા આપવામાં આવશે નહીં. અમેરિકામાં લગભગ ૩૦ ટકા યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં ઓનલાઇન કોર્સ કરવાનો નિર્ણય અગાઉથી જાહેર કર્યો હતો.