Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
ડાકોરમાં કારમાં દારૂની મહેફિલ માણતાં પકડાયેલા
અમદાવાદના બે નબીરાંઓ વિરૂધ્ધ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડ્યાંની ફરિયાદ
બંનેએ પીધેલી હાલતમાં ઉશ્કેરાઈ જઈ પોલીસ ચોકીમાં મૂકેલ ટેબલ પરનો કાચ તોડી નાંખ્યો હતો
09/07/2020 00:07 AM Send-Mail
ડાકોર પોલીસની ટીમ ગત મંગળવારના રોજ સાંજના સમયે ટ્રાફિક સર્કલ ચોકડી નજીક ટ્રાફિક નિયમન તેમજ માસ્કના કેસની કામગીરીમાં હતી. તે વખતે ઉમરેઠ રોડ તરફથી પુરપાટ ઝડપે આવતી એક સફેદ કલરની ઈકો ગાડી નં. જીજે-૦૧, આરબી-૬૨૭૨ના ચાલક જય ઉર્ફે બાટલો સુરેશભાઈ પૂજારી (રહે.અંબિકાપાર્ક સોસાયટી, વાસણા, અમદાવાદ) તેમજ ગાડીમાં સવાર જયકુમાર ઉર્ફે જાંબુ નાગરાજભાઈ ગાયકવાડે (રહે.નારાયણનગર, વાસણા, અમદાવાદ) દારૂ પીધેલી હાલતમાં પોલીસ સાથે તકરાર કરી હતી. જેથી પોલીસે આ બંનેની અટકાયત કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તે વખતે બંને જણાં ઊભા થઈ અવારનવાર પોલીસના હાથ પકડી લેતાં હતાં. અને અમારા વિરૂધ્ધ કાગળો ના બનાવો તેમ કહી કામગીરીમાં અડચણ ઊભી કરતાં હતાં. જેથી પોલીસે ખુરશીમાં બેસી જવાનું કહેતાં તેઓ બંને ઉશ્કેરાઈ ગયાં હતાં. અને પોલીસ ચોકીમાં મૂકેલા ટેબલ પર હાથ પછાડી ટેબલ પરનો કાચ તોડી નાંખી રૂ.૧૫૦૦નું નુકસાન પહોંચાડ્યું હતું.

આ બનાવ અંગે ડાકોર પોલીસે જય ઉર્ફે બાટલો સુરેશભાઈ પૂજારી અને જયકુમાર ઉર્ફે જાંબુ નાગરાજભાઈ ગાયકવાડ સામે આઈપીસી કલમ ૧૮૬,૧૧૪ તેમજ ધ પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ ૧૯૮૪ ની કલમ ૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.