Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
ચિખોદરાની કિશોરી પર અંધારીયા ચોકડી નજીક ગેંગરેપ : ૩ વિરૂધ્ધ ફરિયાદ
પ્રેમી સાથે બાઈક પર ફરવા ગયેલી કિશોરીને અંધારીયા ચોકડી નજીક આવેલા ખેતરમાં લઈ જઈને પ્રેમીએ જાતીય અત્યાચાર ગુજાર્યા બાદ નાપાનો શખ્સ આવી ચઢ્યો હતો અને વિડીયો ઉતારી લીધો છે તેમ જણાવીને થોડે દૂર લઈ જઈને તેણે પણ જાતીય અત્યાચાર ગૂજાર્યો : સ્થળ પર આવી પહોંચેલા ત્રીજા શખ્સે ૧૦ હજારની માંગણી કરી નહીં તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી
09/07/2020 00:07 AM Send-Mail
કિશોરીનો વિડીયો ઉતારીને ૧૦ હજાર માંગનાર બન્ને નાપાના
ચિખોદરાની કિશોરી પર ગેંગરેપ ગુજારીને દશ હજારની ખંડણી માંગનાર બન્ને શખ્સો બોરસદ તાલુકાના નાપા ગામના મોલેશન ગરાસીયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બન્ને શખ્સોને અટકાયતમાં લઈને મેડીકલ ગાઈડલાઈન અનુસાર વિધિવત ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ આ કેસની તપાસ કરી રહેલા સીપીઆઈ મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું છે કે ભોગ બનનારનું મેડીકલ ચેકઅપ સહિત નિવેદનો વગેરે લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ટુંકમાં જ ત્રણેય શખ્સોને ઝડપી લેવામાં આવશે.

આણંદ નજીક આવેલા ચિખોદરા ગામે રહેતી એક ૧૩ વર્ષની કિશોરી ઉપર ચારેક દિવસ પેહલા અંધારીયા ચોકડીએ બે શખ્સોએ વારાફરથી જાતીય અત્યાચાર ગુજાર્યા બાદ ત્રીજા શખ્સે વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને દશ હજારની માંગણી કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગેંગરેપનો ગુનો દાખલ કરીને આણંદના સીપીઆઈએ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ચિખોદરા ગામે રહેતી એક ૧૩ વર્ષીય કિશોરી પોતાની વિધવા માતા સાથે આણંદમાં ઘરકામ કરવાની મજુરીએ આવે છે. ગત ચોથી તારીખના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે કિશોરી ઘરકામ કરીને પરત ચિખોદરા તરફ જતી હતી ત્યારે તેનો કહેવાતો પ્રેમી રાજુભાઈ ભલાભાઈ પરમાર મળ્યો હતો અને તેણીને બાઈક પર બેસાડીને ચાલ ફરવા લઈ જાઉ તેમ જણાવીને અંધારીયા ચોકડી પાસે આવેલા એક ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં રાજુએ કિશોરી સાથે બળજબરીથી જાતીય અત્યાચાર ગુજાર્યો હતો.

એ સાથે જ એક શખ્શ આવી ચઢ્યો હતો અને બન્નેને તમારો વીડિયો ઉતારી લીધો છે તેવી ધાકધમકી આપીને કિશોરીને નજીકના નીલગીરીના ખેતરમાં લઈ ગયો હતો. એ પહેલાં તેણે પોતાના મિત્રને ફોન કરીને આણંદ-ખાંધલી રોડ ઉપર આવેલી કેનાલ પર બોલાવી લીધો હતો. પેલા યુવકે પણ કિશોરી સાથે બળજબરીથી જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. દરમ્યાન ત્રીજો શખ્સ આવી ચઢ્યો હતો અને કિશોરી અને તેના પ્રેમી પાસે તમારા ફોટા પાડી લીધા છે અને વિડીયો પણ ઉતારી લીઘો છે તેમ જણાવીને દશ હજારની માંગણી કરી હતી. જો કે જે તે સમયે પૈસા ના હોય ફરીથી આપવાનો વાયદો કરીને પ્રેમી કિશોરીને બાઈક પર બેસાડીને ચિખોદરા ગામે લાવી ઉતારીને જતો રહ્યો હતો. આ તરફ યુવતીની હાલત જોઈને તેણીની માતાએ પુછપરછ કરી હતી પરંતુ તેણી એટલી બધી ગભરાઈ ગયેલી હતી કે કોઈપણ હકિકત જણાવી નહોતી. પરંતુ પેલા શખ્સો દ્વારા દશ હજારની માંગણી ચાલુ કરાતા જ કિશોરીએ તમામ વિગતો પોતાની માતાને જણાવી હતી જેથી તેઓ તેણીને લઈને આણંદ રૂરલ પોલીસ મથકે આવ્યા હતા અને પોતાની ફરિયાદ આપી હતી.