Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
મોગરીમાં રપ વર્ષ જૂની પાણીની ટાંકીના સળિયા ડોકાયા, પોપડા ઉખડતાં દહેશત
છ માસ અગાઉ ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ ડીડીઓની વિઝીટ છતાંયે ટાંકીનું રીનોવેશન નહીં
09/07/2020 00:07 AM Send-Mail
આણંદ નજીકના મોગરી ગામમાં તળાવની સામે આવેલ રપ વર્ષ જૂની અને ૧૦ હજાર લીટર પાણીની કેપેસીટી ધરાવતી ટાંકી છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બની રહી છે. હાલ ટાંકીના ઉપરના ભાગે ચોતરફથી સળિયા ડોકાવવા સહિત અવારનવાર મસમોટા પોપડા પણ ખરી રહ્યા છે. જેથી ધોધમાર વરસાદ અને ભારે પવનના સમયમાં કદાચ ટાંકી કડડભૂસ થશેની ભીતિ સ્થાનિકોમાં સેવાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે આ જૂની ટાંકીની બાજુમાં ત્રણ વર્ષ અગાઉ નવીન ટાંકી બનાવવામાં આવી હતી. જેના દ્વારા બાકીના અડધા ગામને પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે.

રપ વર્ષ અગાઉ આશરે ર૭ લાખના ખર્ચ બનેલ આ ટાંકી દ્વારા મોગરીના ગામતળ વિસ્તાર અને અડધા સોસાયટી વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે. ટાંકીના રીપેરીંગ માટે છ માસ અગાઉ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાયો હતો. રીપેરીંગનું કામ ૧૪મા નાણાંપંચની ગ્રાન્ટમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ ટાંકીની વિઝીટ પણ કરી હતી. પરંતુ ૧૪મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી રીપેરીંગ અંગેના ઠરાવ અંગે સરકારમાંથી ગ્રામ પંચાયતને જવાબ અપાયો હતો કે, નવી ટાંકીના પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ જ જૂની ટાંકીનું રીનોવેશન કરીને નવી બનાવવાનો નિયમ છે. આથી હવે જોખમી બનેલ જૂની ટાંકીના રીનોવેશન માટે હજી બે વર્ષ રાહ જોવી પડશે તેમ પૂર્વ તલાટી મીનાબેને જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, નવી ટાંકી બનાવવા ગામમાં યોગ્ય જગ્યા શોધવા સહિત પ૦ લાખ ઉપરાંતના થનાર ખર્ચનું આયોજન કરવું પડશે. કારણ કે ગ્રામ પંચાયત પાસે પ૦ લાખ જેટલી રકમ ન હોવાથી ૧૦ ટકા લોકફાળો એકત્ર કરવો પડશે. અથવા ધારાસભ્ય કે અન્ય પ્રકારની ગ્રાન્ટમાંથી ફાળવણી થાય તો જ નવી ટાંકી બની શકશે.

આણંદમાં કોવિડ હોસ્પિટલ, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની કચેરીઓ પાસે ફાયર NOC જ નથી!

અમૂલ ચૂંટણી જંગ : બીજા દિવસે ચેરમેન, વાઇસ ચેરમેન સહિત રર ઉમેદવારી પત્રો ભરાયા

ભારતની બોંગા સરહદેથી દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓ

સ.પ.યુનિ. સંલગ્ન આણંદ-ખેડા જિલ્લાની ર૦ કોલેજોમાં બી.એડની ઓફલાઇન પરીક્ષા

આજે નાગ પાંચમ સાથે જન્માષ્ટમી પર્વનો આરંભ

આણંદ જિલ્લામાં આવેલ પાંચ રેલવે ફાટક પર બ્રીજની કામગીરીને વહીવટી મંજૂરી

અમૂલ ચૂંટણી : ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે ૫ બ્લોકમાંથી ૫ ફોર્મ ભરાયા

આણંદવાસીઓ સાવચેત : શહેરના જાહેર માર્ગો પર જન્માષ્ટમી સુધી ગાયોને હરવા-ફરવાની છૂટ !