Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
આણંદ સરદાર ગંજમાં પોઝિટિવ કેસ આવતા તંત્રમાં હડકંપ
બોરસદમાં ૩, ખાંધલી, કોસીન્દ્રા અને બોરીયાવીમાં ૧-૧ પોઝિટિવ નોંધાતા જિલ્લામાં કુલ ર૭પ : આણંદના સરદાર ગંજમાં ઉપર મકાન ધરાવતા અને નીચે દુકાન ધરાવતા વૃદ્વ માલિક તેમજ બોરીયાવીના રહિશ,ગંજ બજારમાં નોકરીએ આવતા વૃદ્વનો પોઝિટિવ રિપોર્ટ
09/07/2020 00:07 AM Send-Mail
કુલ ૩૭ દર્દીઓ પૈકી ૪ વેન્ટીલેટર અને ર૭ ઓકિસજન ઉપર
આણંદ જિલ્લામાં કોરોના અંતર્ગત કુલ ૬૦૨૪ વ્યક્તિઓના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૫૭૪૯નો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે. કુલ પોઝિટિવ ર૭પ પૈકી ર૦૯ સારવાર બાદ સ્વસ્થ બનતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના કારણે ૧૩ અને બિનકોવીડ કારણોસર ૧૬ મળીને કુલ ર૯ લોકોના મોત થયા છે. હાલ કુલ ૩૭ કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકીં ૩૪ કરમસદની હોસ્પિટલમાં, ર વડોદરાની એમએમસી અને ૧ દર્દી બેંકર હોસ્પિટલ, વડોદરામાં સારવાર હેઠળ છે. આ ૩૭ પૈકી ૪ દર્દી વેન્ટીલેટર ઉપર, ર૭ ઓક્સિજન ઉપર તેમજ ૬ દર્દીઓની હાલત સ્થિર હોવાનું આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.

ગંજ બજારોને સંક્રમણના પીક પોઇન્ટ બનતા અટકાવવા સત્વરે આયોજનની માંગ
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આણંદ, બોરસદ સહિત મોટા શહેરોમાં આવેલા ગંજ બજારો પૈકી આણંદ શહેર-ગ્રામ્ય અને બોરસદ શહેર-ગ્રામ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. પોઝિટિવ દર્દીઓની હિસ્ટ્રી ચકાસતા મોટાભાગે ગંજ બજારમાં ખરીદી કે વેચાણ સાથે સંકળાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, મુંબઇ સહિતના સ્થળોએથી વિવિધ ખાદ્યસહિતની સામગ્રી ગંજ બજારોમાં આવતી હોય છે. જે લઇને આવનાર વાહનચાલક કે કલીનર અથવા ખરીદી માટે આવનાર ગ્રાહક સંક્રમિત હોય તો વાયરસના ફેલાવાની ચેન બની જાય છે. મોટાભાગના ગંજ બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમપાલનનો મોટાભાગે અભાવ જોવા મળે છે. આથી કોરોનાની વધતી જતી ઝડપમાં ગંજ બજારો પીક પોઇન્ટ બની રહ્યાની ભીતિ સેવાઇ રહી છે. આથી ગંજ બજારો સવારે ખોલવા અને બપોર બાદ બંધ કરવાનો જિલ્લાકક્ષાએથી આદેશ કરવામાં આવે તેવી આરોગ્ય વિભાગ દ્વારા માંગ કરવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.

આણંદ શહેરમાં કોરોના પોઝિટિવના વધુ એક દર્દી સાથે જિલ્લામાં કુલ ૭ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસોમાં આણંદ બાદ બોરસદ હોટ સ્પોટ બની રહ્યું હોય તેમ આજે બોરસદમાં ૩, કોસીન્દ્રામાં ૧, બોરીયાવીમાં ૧ અને ખાંધલીમાં ૧ કેસ નોંધાયો હતો. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ર૭પ પહોંચ્યો છે.

આણંદના સરદારગંજમાં શુકલા ટ્રેડીંગ કંપની ધરાવતા ૭પ વર્ષીય ભૂપેન્દ્રભાઇ શુકલાનો આજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તંત્રના મતાનુસાર શુકલા કંપનીની દુકાન નીચે આવેલી છે અને ઉપર તેમનો પરિવાર રહે છે. દુકાને કયારેક માલિકના દિકરા પણ બેસે છે. ગંજમાં જિલ્લાના વિવિધ સ્થળોએથી માલ ખરીદી માટે ગ્રાહકો તેમજ રાજય અને રાજય બહારથી માલસામાન લઇને આવનાર નાના, મોટા વાહનોના ચાલકોની અવરજવર રહે છે. આથી ભૂપેન્દ્રભાઇ સંક્રમિત થયાની સંભાવના છે. હાલ તંત્ર દ્વારા આજુબાજુની બે દુકાનોને બંધ કરાવવામાં આવી છે. ઉપરાંત વિસ્તારને સેનેટાઇઝ કરાયો છે. સાથોસાથ સંપર્કમાં આવનાર લોકો સહિત મેડીકલ સર્વની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સરદાર ગંજમાં પરમ ટ્રેડસમાં નોકરી કરતા અને બોરીયાવીની શ્રીહરિ પાર્ક સોસાયટીમાં રહેતા ૭૪ વર્ષીય હસમુખભાઇ કા.પટેલનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આથી આરોગ્ય તંત્રની સાથે વહીવટીતંત્ર પણ દોડતું થયું હતું. જેથી સંપર્કમાં આવેલા લોકોના મેડીકલ સર્વ સહિતની પ્રકિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વધુ એક પોઝિટિવ કેસમાં ખાંધલીના ૩પ વર્ષીય રમઝાનભાઇ પઠાણ પાઇલ્સની સારવાર માટે આણંદની ડો.શરદ શાહની હોસ્પિટલ આવ્યા હતા. જયાં તેઓનો ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જયારે આંકલાવ તાલુકાના કોસીન્દ્રામાં નાપીયાની ખડકીમાં રહેતા ૬પ વર્ષીય જયંતિભાઇ પટેલનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બોરસદમાં વકરતા જતા કોરોનાના કહેરમાં આજે વધુ ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં વાસદ ચોકડી નજીકની મલેક સોસાયટીની પાછળ આવેલ વિસ્તારમાં કોરોના બે કેસ નોંધાયા હતા. જેમાં મેડિકલ સ્ટોર ધરાવતા ૫૧ વર્ષીય નુરમોહમ્મદશા દીવાનને તાવ આવતો હોવાથી વડોદરાની ફેથ હોસ્પિટલમા દાખલ કરાયા હતા. જેઓનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. જયારે આજ વિસ્તારમાં રહેતા અને ગાંધીગંજમાં સીએની કામગીરી કરતા પ૦ વર્ષીય નજીરમિયાં મલેકનોે પણ કોરોના રિપોર્ટ પોઝિવિટ આવ્યો હતો. જયારે વાસણા ગામ પંચાયતની હદમાં આવેલ અલ મદીના નગર સોસાયટીમાં રહેતા અને એસટીમાં ફરજ બજાવતા પ૮ વર્ષીય ખાલિદમિયાં મલેકને બે ત્રણ દિવસથી તાવ હોઈ વડોદરા ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા. જેઓનો રિપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો હતો. બોરસદના ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દ્વારા સેનેટરાઈજિંગ સહિત વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મલેક સોસાયટી પાછળ આઠ મકાનના વિસ્તારને સીલ તથા ૨૬ વ્યક્તિઓને હોમ કોરોનટાઈન કરાયા છે. જયારે મદીના નગર વિસ્તારમાં ૨૦ મકાનોના વિસ્તારને સીલ કરીને ૯૩ વ્યક્તિઓને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા છે.

આણંદમાં કોવિડ હોસ્પિટલ, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની કચેરીઓ પાસે ફાયર NOC જ નથી!

અમૂલ ચૂંટણી જંગ : બીજા દિવસે ચેરમેન, વાઇસ ચેરમેન સહિત રર ઉમેદવારી પત્રો ભરાયા

ભારતની બોંગા સરહદેથી દેશમાં ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓ

સ.પ.યુનિ. સંલગ્ન આણંદ-ખેડા જિલ્લાની ર૦ કોલેજોમાં બી.એડની ઓફલાઇન પરીક્ષા

આજે નાગ પાંચમ સાથે જન્માષ્ટમી પર્વનો આરંભ

આણંદ જિલ્લામાં આવેલ પાંચ રેલવે ફાટક પર બ્રીજની કામગીરીને વહીવટી મંજૂરી

અમૂલ ચૂંટણી : ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે ૫ બ્લોકમાંથી ૫ ફોર્મ ભરાયા

આણંદવાસીઓ સાવચેત : શહેરના જાહેર માર્ગો પર જન્માષ્ટમી સુધી ગાયોને હરવા-ફરવાની છૂટ !