Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
પી.એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજીમાં ઓનલાઈન એજ્યુકેશન
09/07/2020 00:07 AM Send-Mail
પી.એમ.પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ટીગ્રેટ એમએસસી ઈન બાયોટેક્નોલોજી આણંદમાં ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું તે અર્થે પ્રમુખ બિપીનચંદ્ર. પી.પટેલ (વકીલ) એ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઓનલાઈન એજ્યુકેશનના વિવિધ ભાગો રહેલા છે જેમાં વેબ આધારિત લર્નિંગ, મોબાઈલ આધારિત લર્નિંગ, કોમ્પ્યુટર આધારિત લર્નિંગ તેમજ ક્લાસ રૂમમાં અપાતા એજ્યુકેશનની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભારતમાં ચાલી રહેલ ઈ-શિક્ષા સાથે જોડાયેલ ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને વિષય અનુસાર પુરતા સમયમાં અને અધ્યાપક તથા વિદ્યાર્થી જે સમયે ઈચ્છે તે સમયે એજ્યુકેશનને પ્રાપ્ત કરી શકે તેવા તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ એજ્યુકેશન પૂરૂં પાડવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન આ ઓનલાઈન એજ્યુકેશન આશીર્વાદરૂપ સાબિત થયેલ છે તેમ ઈન્ચાર્જ આચાર્ય ડો. મંથન કપુરીયાએ જણાવ્યું હતું. સંસ્થાના સીઈઓ ડો. પાર્થ.બી.પટેલ, રજિસ્ટ્રાર ડો. ઈશિતા.પી.પટેલ, એડમિન વિભાગના યુગમાબેન પટેલે ઓનલાઈન એજ્યુકેશનની વિશેષતાઓનું માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.