Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષય અંગે વેબિનાર
09/07/2020 00:07 AM Send-Mail
આણંદ કૃષિ યુુનિવર્સિટી ખાતે કૃષિ બજારમાં થતાં સુધારા અને માર્કેટ ઈન્ટેલિજન્સ વિષયે બે દિવસીય સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ નાહેપ કાસ્ટ દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. આર.વી.વ્યાસ તથા ડો. આર.સી. અગ્રવાલ (ડી.ડી.જી.એજ્યુકેશન અને નેશનલ ડાયરેક્ટર-નાહેપ, આઈસીએઆર, ન્યુ દીલ્હી) તેમજ મુખ્ય અતિથિ અને વક્તા ડો. પી.કે.જોષી (પૂર્વ ડાયરેક્ટર, સાઉથ એશિયા, આઈ.એફ.પી.આર.આઈ.) સલાહકાર ડો. પ્રભાતકુમાર (નેશનલ કોર્ડિનેટર, નાહેપ-કાસ્ટ, આઈસીએઆર, ન્યુ દીલ્હી) તેમજ કન્વિનર ડો.આર.એસ. પુડીંર (પ્રોફેસર એન્ડ પ્રોજેક્ટ ઈન્વેસ્ટીગેટર, નાહેપ કાસ્ટ એ.એ.યુ.) અને ડો. ઋતુંભરા સિંઘ (કો.પ્રોજેક્ટ ઈન્વેસ્ટિગેટર, નાહેપ કાસ્ટ એ.એ.યુ) ની અધ્યક્ષતામાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા પદે ડો. અંજની કુમાર (સિનિયર રિસર્ચ ફેલો, આઈ.એફ.પી.આર.આઈ.ન્યુ દિલ્હી) ડો. સ્મિતા સિરોહી (હેડ ડી.ઈ.એસ.એમ., એડવાઈઝર (એ એન્ડ એમપી) એમબેસી ઓફ ઈન્ડિયા, બુસેલ્સ, બેલ્જિયમ) ડો. રાજેશ શર્મા, (પ્રોફેસર એન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ઈકોનોમિક્સ, સીઓએ, એસ.કે.આર.એ. યુ. બિકાનેર) ડો. રાકા સક્શેના, (પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ, આઈ.સી.એ.આર., એન.આઈ.એ.પી., ન્યુ દીલ્હી) ડો. ડી.બી.યાદવ (પ્રોફેસર એન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીક્લ્ચર ઈકોનોમિક્સ, ેએમ.પી.કે.વી. રાહુરિ) ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રંસગે વક્તાઓએ કૃષિ બજારના વિવિધ પાસાઓ પર પરિચય આપ્યો હતો. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમલમાં મૂકેલા રીફોર્મ્સ ર્-ટઅઝ ૨૦૧૬, ઝર્ગ્ૈ્ર અડઝઈ એઞ્ ૨૦૦૩, ઝર્ગ્ૈ્ર અડઝજ એઞ્ ૨૦૧૭, ઝર્ગ્ૈ્ર ઈગ્ખ્ઞ્ચ્ૂેઞ્ ઊૂચ્ખૈર્ખ્ એઞ્ ૨૦૧૮, ઠચ્ૈૌખ્ૂર્ખ્ે ગ્ખ્ અર્ચૈેણ્રઞ્ણ્ર્ચ્ ૨૦૨૦ નું અમલીકરણ ખૂબ નબળું છે. તેથી જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તો ખેડૂત ફાયદામંદ રહેશે. અનુસ્નાતક વિદ્યાર્થી, કૃષિ નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો દ્વારા વધુ સંશોધન કરવાની જરૂર છે. વધુમાં જણાવ્યું હતું કે મોર્ડન આઈ ટી ટૂલ્સ જેવા કે મોબાઈલ એપ્લિકેશન, વેબસાઈટ વગેરેનો ખેતી માટે યોગ્ય ઉપયોગમાં લેવામાં આવે તો ખેડૂતને સમયસર પૂરતી માહિતી આપી શકાય છ. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ વેબિનારમાં રાજ્યના તેમજ રાષ્ટ્રિય સ્તરના કૃષિ નિષ્ણાંતો, પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.