Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
નંદગામ : ૨૪ કલાકમાં મકાન ખાલી કરવાનું જણાવી દંપતીને મારી નાંખવાની ધમકીઓ આપનાર ૨ વિરૂધ્ધ ફરિયાદ
08/07/2020 00:07 AM Send-Mail
મહુધા તાલુકાના નંદગામમાં આવેલ મકાન નં ૮૨૭માં મયંકભાઈ મોહનભાઈ શાહ પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ સાંજના સમયે તેઓ ઘરે હાજર હતાં તે વખતે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતાં ભુમીર ઉર્ફે ડોન રસીકભાઈ દરજી અને અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતાં દિપકભાઈ ગાંધર્વ તેમના ઘરે આવી ચડ્યાં હતાં અને આ મકાન ચોવીસ કલાકમાં ખાલી કરી નાંખો તેવી ધમકીઓ આપવા લાગ્યાં હતાં. મયંકભાઈએ આ મકાન અમારું છે તેથી અમે ખાલી નહીં કરીએ તેમ કહેતાં તેઓ બંને જણાં ઉશ્કેરાઈ જઈ ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. અને જો તમે આ મકાન ચોવીસ કલાકમાં ખાલી નહીં કરો તો જેસીબી બોલાવીને તોડાવી નાંખીશુ, અને માથાભારે લોકોને બોલાવી તને અને તારી પત્નીને જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી જતાં રહ્યાં હતાં.

આ બનાવ અંગે મયંકભાઈ મોહનભાઈ શાહની ફરિયાદને આધારે મહુધા પોલીસે ભુમીર ઉર્ફે ડોન રસીકભાઈ દરજી અને દિપકભાઈ ગાંધર્વ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.