Sardar Gurjari

બુધવાર, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૮, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૮૨

મુખ્ય સમાચાર :

વિદ્યાનગર : સીવીએમના નવા સોપાન વિંધ્ય અને ગીરનાર હોસ્ટેલનું ભૂમિપૂજન

19/12/2018 00:12 AM

ચારુતર વિદ્યામંડળ, વલ્લભ વિદ્યાનગર દ્વારા વલ્લભ વિદ્યાનગર મુકામે તેના નવા સોપાન એવા વિંધ્ય અને ગીરનાર હોસ્ટેલના નવા મકાનના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ચારુતર વિદ્યામંડળના પ્રમુખ પ્રયાસ્વીન બી. પટેલ અને અધ્યક્ષ ભીખુભાઈ બી. પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવેલ હતું. આ હોસ્ટેલ પ્રોજેક્ટ અંદાજે વીસ કરોડ રૂપિયાનો રહેશે તેમજ વિંધ્ય અને ગીરનાર હોસ્ટેલના નવા મકાનો વિદ્યાર્થીઓની જરૂ...

સરદાર પટેલ ઉ.મા.શાળા બોરીઆવીમાં સરદાર પટેલ નિર્વાણ દિનની ઉજવણી

19/12/2018 00:12 AM

બોરીઆવી કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ ઉ.મા.શાળા બોરીઆવીમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના ૬૯માં નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી....

શ્રી સંગીત વિદ્યાલય, આણંદમાં સ્વરાંજલિ કાર્યક્રમ

19/12/2018 00:12 AM

શ્રી સંગીત વિદ્યાલય, આણંદમાં સંગીત વિદ્યાલય, આણંદના કર્મશીલ પૂર્વ આચાર્ય ઉમેદભાઈ આશાભાઈ રાઠોડ દેવલોક પામતાં તેમને શ્રદ્ઘાંજલિ અર્પતો ‘સ્વરાંજલિ’ નામક સંગીતનો કાર્યક્રમ સંગીત વિદ્યાલય, આણંદના આદ્યસ્થાપક ૮૫ વર્ષીય સંગીત ગુરુ ઈશ્વરભાઈ પારેખની નિશ્રામાં ભારે ભારપૂર્વક સંપન્ન થયો હતો....

સ્પેક ફાર્મસી કોલેજ દ્વારા એઈડ્સ વિશે જાગૃતતા કાર્યક્રમ

19/12/2018 00:12 AM

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા ‘વિશ્વ એઈડ્સ દિવસ’ના ભાગરૂપે ‘એઈડ્સ જાગૃતતા પ્રદર્શન’ની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રદર્શનમાં કોલેજના તમામ ફેકલ્ટી મેમ્બર્સ તથા મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને ‘એઈડ્સ કેવી રીતે ફેલાય છે ? તથા તે ના થાય તેના માટે જરૂરી માર્ગદર્શન’ પૂરું પાડવામાં આવ્યું હતું. આ...

આણંદ શિશુવિહાર બાલશાળામાં સ્વેટર વિતરણ

19/12/2018 00:12 AM

રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ શિશુવિહાર તથા આણંદ બાલશાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ પરીિક્ષતભાઇ કે. પટેલ (જોઇન્ટ સેક્રેટરી) રામકૃષ્ણ સેવામંડળ એકેડેમિક કો. ઓડિનેટર, ડો. માલાબેન, આણંદ હાઇસ્કૂલના આચાર્ય અમિતાભ મેકવાન, આણંદ હાઇસ્કૂલના વ્યવસ્થાપક પ્રવિણભાઇ મિસ્ત્રી, આણંદ શિશુવિહાર, બાલશાળાના આચાર્યા જયોત્સ્નાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા....

આણંદ હાઈસ્કૂલના ઉચ્ચતર પ્રા. વિભાગમાં માનવ અધિકાર દિનની ઉજવણી

18/12/2018 00:12 AM

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ હાઈસ્કૂલના ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહેમાન તરીકે એકેડેમીક કો. ઓર્ડીનેટર ડો. વર્મલા ટી. ભમ્વરી, આણંદ બાલશાળાના આચાર્યા જ્યોત્સનાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા....

નાર: ગોકુલ ધામમાં આરએસએસ દ્વારા સમરસતા યજ્ઞ

18/12/2018 00:12 AM

ગોકુલ ધામ, નાર મુકામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આણંદ દ્વારા સામાજિક સમરસતા અંતર્ગત તારાપુર તાલુકાનો સામાજિક સમરસતા યજ્ઞ સંપન્ન થયો હતો. અલગ અલગ સમાજ, સંપ્રદાય પંથ અને સમુદાયના ૧૫ દંપતિઓએ નાત-જાત ના ભેદભાવ ભુલી સામુહિક રીતે આ યજ્ઞમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં તાલુકામાંથી જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો....

કપડવંજમાં શ્રી પૂ.હ. મહાજન લાયબ્રેરીના ઉપક્રમે પુસ્તક પ્રદર્શનનું આયોજન

18/12/2018 00:12 AM

શતાબ્દિના આરે ઊભેલી શ્રી પૂ.હ. મહાજન લાયબ્રેરી - કપડવંજના ઉપક્રમે રાષ્ટ્રીયગ્રંથાલય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ‘પુસ્તક પ્રદર્શન’નું ઉદ્ઘાટન ડો. હરિશભાઈ એચ. કુંડલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓ આગામી સ્પર્ધાત્મક જમાનામાં ગ્રંથાલયનું આધુનિકરણ કરીને તેને ડિજિટલ બનાવી વિવિધ પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરવા પરીક્ષાર્થીઓને ઉપયોગી બને તે દિશામાં પ્રસ્થાન કરવા અનુરોધ કર્યો હતો...

ડભાણમાં નૂતન ગૌશાળાનું ઉદ્ઘાટન

18/12/2018 00:12 AM

શ્રી સંતયોગાશ્રમ, ડભાણમાં નૂતન લ-મીનારાયણ દેવ ગૌશાળાનું ઉદ્ઘાટન ગૌરક્ષક ગૌભક્ત રાષ્ટ્રભક્ત ચૈતન્ય શંભુમહારાજ તથા સંતો મહંતોના હસ્તે કરવામાં આવ્યું હતું....

એસવીઆઈટીના ખેલાડીઓની જીટીયુની રસ્સા ખેંચ (ટગ ઓફ વોર) ટીમમાં પસંદગી

17/12/2018 00:12 AM

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની રસ્સા ખેંચ (ટગ ઓફ વોર) ટીમની પસંદગીનું આયોજન આઈ.ટી.એમ. યુનિવર્સ, જરોદ, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો....