Sardar Gurjari

સોમવાર, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૧૮, આસો સુદ ૧૩, વિ.સં. ૨૦૭૪, વર્ષ -૧૮, અંક - ૧૨૭

મુખ્ય સમાચાર :

આણંદના રેલવે સ્ટેશને મુસાફરને માર મારીને ૭ હજાર લૂંટી બે ફરાર

22/10/2018 00:10 AM

આણંદ શહેરના રેલવે સ્ટેશન ઉપર ગઈકાલે રાત્રીના સુમારે પ્લેટફોર્મ નંબર પાંચ પાસે આવેલી રેલવે લાઈન ઉપર ખુલ્લામાં કુદરતી હાજતે ગયેલા નડિયાદના ઝવેરીને બે શખ્સોએ માર મારીને તેની પાસેથી રોકડા ૭ હજારની લૂંટ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે રેલવે પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને બન્ને શખ્સોના વર્ણનના આધારે તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે....

સૈયદપુરામાં બે જુથો વચ્ચે હિંસક અથડામણ : ૧૦થી વધુ ઘાયલ

22/10/2018 00:10 AM

ઉમરેઠ તાલુકાના સૈયદપુરા ગામે આજે સાંજના સુમારે પ્રેમલગ્નની અદાવતમાં એક જ કોમના બે જુથો વચ્ચે હિંસક અથડામણ થતાં ૧૦થી વધુને ઈજાઓ થવા પામી હતી જેમાંથી ગંભીર રીતે ઘવાયેલાઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ભાલેજ પોલીસ દ્વારા બન્ને પક્ષોની ફરિયાદો લેવાની કાર્યવાહી હાથ ઘરાઈ છે....

પરત ખેંચી ગયેલ ટ્રેકટર અથવા ૩.ર૩ લાખ ચૂકવવા બેંકને ગ્રાહક કોર્ટનો હુકમ

22/10/2018 00:10 AM

ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ ખેડૂતો ખેતી ઓજારો માટે સરકાર સહિત બેંકની વિવિધ લોન દ્વારા આપૂર્તિ કરતા હોય છે. જેમાં કયારેક લોનનો હપ્તો ભરપાઇ ન થાય તેવા સંજોગોમાં પેનલ્ટી ચૂકવવી પડતી હોય છે. કપડવંજ તાલુકાના ભૂતિયા ગામના ખેડૂતે ટ્રેકટર લોનના બાકી હપ્તા પેટે બેંક દ્વારા ટ્રેકટર ખેંચી જવાયું હતું. ખેડૂતે પેનલ્ટી સહિત રકમ ચૂકવ્યા બાદ બેંકે વ્યાજની રકમની માંગણી કરીને ટ્રેકટર પરત આપ્યું ...

જીલોડ હત્યાકાંડમા વધુ એક શખ્સની આણંદથી કરાયેલી ધરપકડ

22/10/2018 00:10 AM

આણંદ જિલ્લાના ચર્ચાસ્પદ એવા જીલોડ ત્રીપલ હત્યાકાંડમાં તપાસ કરતી આંકલાવ પોલીસે આજે આ કેસમાં સક્રિય ભુમિકા ભજવનાર વાંસખીલીયાના સુનીલભાઈ પરમારની આણંદથી ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન ફરાર અન્ય આરોપીઓની માહિતી મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે....

ખંભાતમાંથી વાછરડો ચોરીને જતો શખ્સ ઝડપાયો

22/10/2018 00:10 AM

ખંભાત નજીક આવેલા કંસારી ઓએનજીસી ગેટ પાસેથી વાછરડો ચોરીને જતા એક શખ્સને પશુપાલકોએ ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો જ્યાં તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરવામાં આવી છે....

કહાનવાડીમાં મધ્યરાત્રીએ જુગાર રમતાં ૫ ઝડપાયા

22/10/2018 00:10 AM

આંકલાવ પોલીસ ગઈકાલે રાત્રીના સુમારે નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે માહિતી મળી હતી કે, કહાનવાડી ગામના રામદેવપીરના મંદિર નજીક કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે છાપો મારતાં પાંચ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા....

ઉમરેઠ નજીક આઈશરે છોટા હાથીને ટક્કર મારતાં ૨ના મોત : ૨ ઘાયલ

21/10/2018 00:10 AM

ઉમરેઠ-નડીઆદ રોડ ઉપર આવેલા દામોદરીયા વડ પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતા એક આઈશર ટેમ્પાએ સામેથી આવતા છોટા હાથીને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં બેના મોત થયા હતા જ્યારે બેને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ઉમરેઠ પોલીસે આઈસર ટેમ્પાના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે....

લાલપુરા બ્રીજ પાસેથી વૃધ્ધાની લાશ મળી

21/10/2018 00:10 AM

ઉમરેઠ તાલુકાના લાલપુરા ગામેથી પસાર થતી મહિસાગર નદીના બ્રીજ પાસેથી આજે સવારે એક ૭૦ વર્ષીય વૃદ્ઘાની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને થતાં જ પોલીસ તુરંત જ લાલપુરા બ્રીજ પાસે પહોંચી ગઈ હતી અને લાશને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપી હતી. મરણ જનાર વૃદ્ઘાએ વાદળી રંગની સાડી અને બ્લાઉઝ પહેર્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે....

૨ કરોડના બાઉન્સ ચેકોના ગુનામાં એકને બે વર્ષની સાદી કેદની સજા

21/10/2018 00:10 AM

૫૦ લાખના ચાર એમ કુલ બે કરોડના ચાર ચેકો બાઉન્સ કેસમાં આણંદની અદાલતે એકને તકશીરવાર ઠેરવીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી....

આણંદના રેલવે સ્ટેશનેથી ૧૦૮ મોબાઈલ વાન ચોરી ભાગવા જતા એક ઝડપાયો

21/10/2018 00:10 AM

આણંદ શહેરના રેલવે સ્ટેશને આજે રાત્રીના સુમારે એક શખ્સ દ્વારા ૧૦૮ મોબાઈલ વાન ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. રીક્ષાચાલકો અને મુસાફરોએ તેને ઝડપી પાડીને આણંદ રેલવે પોલીસના હવાલે કર્યો હતો....