Sardar Gurjari

બુધવાર, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૮, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૮૨

મુખ્ય સમાચાર :

લીંગડા - ભાલેજ માર્ગ પરના ૬૦૦ ઉપરાંત ઘટાદાર વૃક્ષોનું નિકંદન થશે

19/12/2018 00:12 AM

વિકાસ કામોની અવિરત ગતિના કારણે કયારેક પર્યાવરણ સામે જોખમ સર્જાતું હોય તેવા નિર્ણયો લેવામાં આવતા હોય છે. ભાલેજ-લીંગડા હાઇવે માર્ગ પરના વર્ષોજૂના અડીખમ વૃક્ષો શુદ્વ હવા પૂરી પાડી રહ્યા છે પરંતુ જિલ્લા માર્ગ-મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસ કામોમાં આ વૃક્ષોને હટાવી દેવાની કામગીરી આરંભવામાં આવી છે. આ બાબતે પર્યાવરણવાદીઓમાં ઠેસ પહોંચી છે....

માનવ રહિત ફાટક નં.૩૬ બંધ કરવાના વાંધા-પ્રમાણપત્ર અપાયું

19/12/2018 00:12 AM

વાસદ કઠાણા રેલવેલાઇન ઉપર આવેલ ઓછા ટ્રાફીક વાળા ફાટક નં.૩૫,૩૬ અને ૩૭ બંધ કરવા અંગે નાં-વાધા પ્રમાણપત્ર આપવાની અંગે આસી.ડીવીઝનલઇજનેર,પશ્ચિમ રેલ્વે, આણંદ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ સમક્ષ માંગણી કરી હતી....

આણંદ, ખેડા જિલ્લામાં રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર કલેકટરને આપ્યું

19/12/2018 00:12 AM

રાફેલ ખરીદ મુદ્દે ભાજપ અને કોગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાતુું જાય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભાજપે આક્રમક રૂપ ધારણ કરતા કોગ્રેસ અધ્યક્ષને તેમના પદ પરથી દુર કરવા માંગ કરતુ આવેદનપત્ર રાષ્ટ્રપતિને અર્પણ કર્યુ છે. જેમાં આજે નડિયાદ અને આણંદમાં ભાજપના હોદ્દેદારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું....

આણંદ : સીઝનના સૌથી ઓછા ૮.૮ ડિગ્રી પારાથી ઠંડીનો તીવ્ર ચમકારો

19/12/2018 00:12 AM

આણંદ જિલ્લામાં ઠંડીનો પારો આજે વધુ ગગડીને સીઝનના સૌથી વધુ ઓછા તાપમાન ૮.૮ સુધી પહોંચી જતા નગરજનો થથરી ઉઠયા હતા. બપોરનો સમય થોડી હળવાશ બાદ સાંજથી પુન: ઠંડા પવનો સાથે ઠંડાગાર બનતા જતા માહોલના કારણે હાડ ધ્રુજાવતી ઠંડીનો સૌએ અહેસાસ કર્યો હતો....

આણંદ-ખેડા જિલ્લાના કેબલ ઓપરેટરોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

19/12/2018 00:12 AM

TRAI દ્વારા ૧ લી જાન્યુઆરીથી કેબલ ઓપરેટરો માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમોના વિરોધમાં આણંદ ખાતે કેબલ ઓપરેટરો દ્વારો જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું....

આ વર્ષ ઠંડીના કારણે ખીલેલી તમાકુનો ઉતારો વધુ રહેશેની ખેડૂતોમાં આશા

19/12/2018 00:12 AM

એક સમયે ચરોતરની ઓળખ 'સુવર્ણ પર્ણના મુલક' તરીકેની હતી. કારણ કે તે સમયે ચરોતરમાં તમાકુની વિપુલ ખેતી થતી હતી. ત્યારબાદ તમાકુના ભાવોમાં ખાસ્સી વધઘટ, ઋતુગત અસરો અને છેલ્લા વર્ષ ઉપરાંતથી તમાકુનો પાક છોડીને અન્ય પાક કરનાર ખેડૂતને સરકારી સહાયના કારણે હવે આણંદ, ખેડા જિલ્લામાં ક્રમશ: તમાકુનું વાવેતર ઘટી રહ્યું છે. તેમાંયે રવિ ઋતુની સરખામણીએ ખરીફ ઋતુમાં તમાકુના વાવેતરમાં ખાસ્સો ઘટાડો જોવા...

વારસદારો દ્વારા હપ્તા ભરવામાં વિલંબ થતા ફાઇનાન્સે વાહન ખેંચી લેતા મામલો ગ્રાહક કોર્ટમાં

19/12/2018 00:12 AM

નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં રહેતાં એક ઈસમે એ યુ સ્મોલ ફાઈનાન્સ બેંક લી.ની નડિયાદ શાખામાંથી વર્ષ ૨૦૧૩માં ટેક્ષ ક્રુઝર ગાડી ખરીદવા માટે લોન લીધી હતી. આ લોન ચાલુ હતી તે દરમિયાન લોન લેનારનું આવસાન થતાં તેના વારસદારોને લોન ભરપાઈ કરવામાં વિલંબ થતાં ફાઈનાન્સ દ્વારા ગાડી ખેંચી લેવામાં આવી હતી....

વેટરન ક્રિકેટ : અમદાવાદને હરાવીને આણંદ જિલ્લો સેમીફાઇનલમાં

19/12/2018 00:12 AM

ગુજરાત વેટરન ક્રિકેટ એસો. દ્વારા આણંદના શાસ્ત્રી મેદાન ખાતે ૪૦ ઓવરોની કિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં આજે આણંદ વેટરન ક્રિકેટની ટીમે અમદાવાદની ટીમને ૭ વિકેટ પરાજય આપ્યો હતો. અમદાવાદની ટીમમાં નામાંકિત પૂર્વ પ્લેયરો હોવા છતાંયે આણંદની ટીમના બોલરોએ ૧૬૮ રનમાં ઓલ આઉટ કરી હતી....

પણસોરા ગ્રામ પંચાયતમાં ડુપ્લીકેટ પાવતીનું ભૂત ધૂણ્યું

18/12/2018 00:12 AM

આણંદ જિલ્લાના અન્ય તાલુકાઓની જેમ ઉમરેઠ તાલુકાના ગામોમાં તળાવો ભાડાપટ્ટે આપીને ગ્રામ પંચાયતો આવક રળી રહી છે. પરંતુ પણસોરા ગ્રામ પંચાયતના તળાવને ૩પ હજારમાં ભાડે આપ્યાની પાવતી આપવામાં આવ્યા બાદ ડુપ્લીકેટ પાવતીબુકમાં ૩પ૦૦ લખવામાં આવ્યાના ગંભીર આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. આ મામલાએ ગામમાં પણ હોબાળો મચાવ્યો હતો. અરજીની ગંભીરતાને ધ્યાને લઇને ઉમરેઠના ઇન્ચાર...

આણંદ જિલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે આવેદન આપ્યું

18/12/2018 00:12 AM

ગુજરાત રાજય લેન્ડ રેકર્ડ વર્ગ-૩ના કર્મચારીઓ ફરજમાં વિવિધ પ્રકારની હેરાનગતિ સામે આજે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. જેમાં આણંદ સહિતના સ્થળોએ કર્મચારીઓએ વહીવટીતંત્રના પદાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું....