Sardar Gurjari

સોમવાર, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૧૮, આસો સુદ ૧૩, વિ.સં. ૨૦૭૪, વર્ષ -૧૮, અંક - ૧૨૭

મુખ્ય સમાચાર :

અંતર્દૃષ્ટિ- પ્રસન્નતાનું રહસ્ય

12/10/2018 00:10 Send-Mail

વસ્તુત: પ્રસન્નતા કે ખુસી તમારી મનોદશા પર નિર્ભર કરે છે. તેથી ખુશ રહેવું એક હુનર છે. તમામ લોકોની ધારણા છે કે અમુક-અમુક વસ્તુઓના પામવાથી તેમને ખુશી મળશે તો તેમની આ પ્રકારની વિચારધારાનો કોઇ મતલબ નથી. તેનું કારણ એ છે કે ખુશીની અનુભૂતિ કોઇ વસ્તુ વિશેષ પર નિર્ભર નથી કરતી. વિશ્વના તમામ એવા ધનાઢ્ય વ્યક્તિઓ છે જેમની પાસે તમામ ભૌતિક અને વિલાસિતાપૂર્ણ વસ્તુઓ ઉપલબ્ધ છે. તેમ છતાં છાશવારે અખબારો અને અન્ય પ્રચાર માધ્યમોમાં એવા સમાચારો જોવા મળે છે કે અમુક ધનાઢ્ય વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. સ્પષ્ટ છે કે આવા લોકો પોતાની જાતથી કે સ્થિતિથી નાખુશ થવાની સ્થિતિમાં આપઘાત કરી લેતા હોય છે. આ રીતે એ વાત આપમેળે જ સ્પષ્ટ થઇ જાય છે કે પ્રસન્નતાનું કારણ માત્ર ધન કે વૈભવ નથી. વસ્તુત: ખુશી એક સકારાત્મક મનોદશા છે, જેમાં તમે શાંતિ અને આનંદની અનુભૂતિ કરો છો.
જો તમારા જીવનમાં અથાગ પ્રયાસો પછી પણ ખુશીની અનુભૂતિ થતી નથી ત્યારે તેનો અર્થ છે કે તમે તમારા જીવનના આધારભૂત તત્ત્વોની ઉપેક્ષા કરી છે. વાત ભલે સંબંધોની પ્રગાઢતાની હોય કે પરિસ્થિતિ વિશેષનો સામનો કરવામાં કાર્યકુશળતાની, તમે સારૂ ત્યારે જ કરી શકો છો જ્યારે ખુશ હોવ. સાચુ તો એ છે કે ખુશ રહેવું કે ન રહેવું તમારા પર નિર્ભર કરે છે. જીવનમાં તમે ભલે ગમે તે વસ્તુને પામી લો, તે મહત્વપૂર્ણ નથી. જો તમે ખુશ છો, અન્ય કંઇ હાંસલ નથી કરતાં તો તમારૂ શું બગડી જાય છે? ખુશ રહેવું તમારો સ્વભાવ છે. તેથી તમે ખુશ રહેવા માગો છો. જ્યારે તમે નાના હતાં ત્યારે ખુશ હતાં, પરંતુ જીવન-યાત્રામાં ખુશીઓ તમે ક્યાંક ગુમાવી દીધી, કારણ તમારૂ મન અને શરીર તમારી ઓળખને આસપાસની વસ્તુઓ સાથે જોડીને જોવા માટે ટેવાઇ ગયું છે. જેને તમે મન કહો છો તેના પર સામાજિક પરિસ્થિતિઓનો પ્રભાવ પડતો હોય છે. તમે જેવા સમાજમાં ઉછર્યા છો, તમારા દિલોદિમાગની અવધારણા એવી જ હશે. તમારા દિલોદિમાગમાં પણ એ જ છે જે તમે સમાજમાં જોયું છે. તમે આ ચીજો સાથે એટલા ઊંડાણપૂર્વક જોડાઇ ગયા છો કે આ પ્રવૃત્તિ તમારી પરેશાનીઓનું મૂળ કારણ બની ગઇ છે.