Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :

વધુ એક ટ્રેન અકસ્માત

12/10/2018 00:10 Send-Mail

દરેક અકસ્માત ખરાબ હોય છે. એ લોકો માટે તો અત્યંત ખરાબ જે પોતાના કોઇ પોતીકાને અકસ્માતમાં ગુમાવી બેસે છે અને એ લોકો માટે પણ જે દુર્ઘટનાની ચપેટમાં આવીને ઘાયલ થઇ જાય છે. બુધવારના સવારે રાયબરેલીમાં થેયલ રેલ અકસ્માતની વાત પણ આ જ છે. જોકે ન્યુ ફરક્કા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયાના તુર્ત જ બાદ જે રીતે અને જે ઝડપથી ગતિવિધિઓ ચાલી, તે સંતોષજનક પણ છે. તરત જ રાષ્ટ્રીય વિપદા રાહત દળની બે ટીમો લખનૌ અને વારાણસીથી ઘટનાસ્થળે જવા માટે રવાના થઇ ગઇ. ડોક્ટરોની એક ટીમ પણ અત્યંત ઝડપથી ત્યાં પહોંચી ગઇ. વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જે રીતે સંવેદના વ્યક્ત કરી અને તમામ જરૂરી વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું તેનાથી એ વિશ્વાસ બંધાયો કે આટલા ઉચ્ચ સ્તરની સક્રિયતા બાદ દુર્ઘટના સ્થળે કોઇ અવ્યવસ્થા ઉભી નહી થઇ શખે. દરેક દુર્ઘટના પોતાની પાછળ અનેક રડતા-કકળતા અને ડરેલા લોકો અને અનેક પ્રશ્નો છોડી જાય છે. લોકોના ઘા તો સમયની સાથે રૂઝાઇ જાય છે પરંતુ દુર્ભાગ્ય એ છે કે સવાલ હંમેશા અનુત્તરિત રહી જાય છે. તેમ છતાંય કે દરેક દુર્ઘટના બાદ તપાસ માટે એક સમિતિ બને છે. પછી તેનો રિપોર્ટ કચરો ટોપલીમાં ફેંકી દેવામાં આવે છે એની આપણને ખબર પણ નથી પડતી. આ અકસ્માતો અને રિપોર્ટની યાદ પણ આપણને ત્યારે જ આવે છે જ્યારે કોઇ બીજી દુર્ઘટના આપણી તંદ્રાને તોડે છે.
બુધવારે થયેલી દુર્ઘટનામાં ન્યુ ફરક્કા એક્સપ્રેસ એ રેલમાર્ગ પર પાટા પરથી ઉતરી જે દેશના સૌથી વ્યસ્ત રેલ માર્ગો પૈકી એક છે. આ પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતને બિહાર, ઉત્તર પ્રદેશ અને દેશની પાટનગર નવી દિલ્હી સાથે જોડે છે. દેખીતુ છે કે આ દુર્ઘટનાની અસર એ રેલમાર્ગ પર ચાલનારી બાકી ગાડીઓ પર પણ પડી હશે અને તમામ ટ્રેનોની ટાઇમટેબલ અસ્તવ્યસ્ત થઇ ગયુ. પરંતુ આ એક તાત્કાલિક સમસ્યા છે અને કદાચ એકાદ દિવસમાં આ ટાઇમ ટેબલ પણ પાટા પર આવી જશે. હાલ તો ખબર નથી કે આ ટ્રેન પાટા પરથી કેમ ઉતરી પરંતુ જો આવા મુખ્ય માર્ગ પર ટ્રેન પાટા પરથી ઉતરી રહી છે તો આ એક ગંભીર બાબત તો છે જ. સચેત થઇ જવાની જરૂર એટલા માટે પણ છે કે આગળ શિયાળુ આવી રહ્યું છે જ્યારે ધુમ્મસ અને ઠંડીને કારણે પાટાઓમાં ક્રેકના કારણે આવી દુર્ઘટનાઓની આશંકા વધી જાય છે.
કહેવાય છે કે કોઇ પણ દુર્ઘટના હંમેશા માત્ર એક દુર્ઘટના જ હોતી નથી. તેની પાછળ હોય છે કોઇ ચૂક, કોઇ ભૂલ,કોઇ બેદરકારી કે પછી કોઇ વ્યવસ્થાગત ખામી. દરેક દુર્ઘટના બાદ એવી આશા બંધાય છે કે બેદરકારી દાખવનારાઓને સજા મળશે, ભૂલ-ચૂકથી તોબા કરાશે અને વ્યવસ્થાગત ખામીઓને દૂર કરવામાં આવશે. અને પછી જ્યારે બીજી દુર્ઘટના થાય છે ત્યારે ખબર પડે છે કે તેમાંથી કંઇ પણ થયું નથી. બન્યું એ પણ એટલું અસરકારક ન હતું કે એ પ્રકારની બીજી દુર્ઘટનાનું કારણ બની ન શકતુ. પહેલા જ્યારે રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતુ હતું ત્યારે દરેક રેલ બજેટના એક ભાગમાં એ વાત ઔપચારિક રીતે કહેવામાં આવતી હતી કે રેલ અકસ્માતોને રોકવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ભગવાન જાણ કે એ આધુનિક ટેક્નોલોજી ક્યારેય રેલવેના પાટા પર ઉતરી કે નહીં, પરંતુ અકસ્માતો તો થતા જ રહ્યા અને તેનો ભોગ બનનારા મુસાફરો પોતાના જીવ ગુમાવતા રહ્યા. હવે એ જૂના સંકલ્પનો હકીકત બનાવવાની જરૂર છે.