Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :

અદાલતમાં રાફેલ સોદો

12/10/2018 00:10 Send-Mail

એક જનહિત અરજીના માધ્યમથી રાફેલ સોદો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવો કોઇ સારી વાત નથી, કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ પ્રસંગ છે. આવા મામલા ન્યાયિક સમીક્ષાનો ભાગ ના બને તો જ સારૂ છે પરંતુ જો રાફેલ સોદો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો તો આ માટે એક હદ સુધી સરકાર પણ જવાબદાર છે. જ્યારે તે એ સારી રીતે સમજી-જોઇ રહી હતી કે કેટલાક વિપક્ષી નેતા અને ખાસ કરીને રાહુલ ગાંધી આ મામલાને જરૂર કરતાં વધારે મહત્વ આપવા અને ચૂંટણી મુદ્દો બનાવવામાં લાગેલા છે તો પછી ઉચિત એ હતું કે તે એવા કોઇ ઉપાય કરતી જેનાથી કોંગ્રેસ અધ્યક્ષ દુષ્પ્રચાર અભિયાન બંધ કરી દેત. આ મામલે તેણે તત્પરતના ન દેખાડી તેથી પહેલા એવો માહોલ ઉભો થયો કે મોદી સરકારે એક મોંઘો સોદો કરી લીધો છે અને પછી એ પુરવાર કરવાનો પ્રયાસ કરાવા લાગ્યો કે સરકારી કંપની એચએએલની અવગણના કરી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને ફાયદો પહોંચાડવામાં આવે. રાહુલ ગાંધી આ કામમાં હજી પણ લાગેલા છે અને આ ક્રમમાં તેઓ વડાપ્રધાન પર અમર્યાદિત ટિપ્પણીઓ કરવાની સાથે જ શાબ્દિક પ્રહારો કરી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટે જે રીતે માત્ર રાફેલ વિમાનની ખરીદ પ્રક્રિયાને લગતી માહિતી જ સરકાર પાસે માંગી, તેનાથી એ જ સંકેત મળી રહ્યો છે કે તે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ દ્વારા ઉછાળવામાં આવી રહેલા આરોપોને મહત્વ આપવા માટે તૈયાર નથી કે રાફેલ સોદો એક મોંઘો સોદો છે અને સોદાથી સરકારી ખજાનાને નુકસાન પહોંચ્યું છે.
હાલ એ કહેવું અઘરૂ છે કે રાફેલ વિમાન ખરીદીનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ આ સોદાના બહાને પોતાની રાજનીતિ ચમકાવવાનો પ્રયાસ કરનારાઓ પર કોઇ લગામ લાગે છે કે નહીં, પરંતુ એટલું અવશ્ય છે કે સરકારે માત્ર અદાલતી ચુકાદાની રાહ જોતા ન રહેવું જોઇએ. કારણ કે વિપક્ષે રાફેલ સોદાને એક રાજકીય અને ચૂંટણી મુદ્દામાં તબ્દીલ કરી દીધો છે. સરકારે આ મામલાનું નિરાકરણ રાજકીય સ્તરે પણ કરવું જોઇએ. એ સાચુ છે કે સંવેદનશીલ રક્ષા સોદાની જેમ રાફેલ સોદાની પણ કેટલીક ગુપ્ત જોગવાઇઓ છે પરંતુ તેનું કોઇ ઔચિત્ય નથી કે તેના પગલે સરકાર રક્ષાત્મક વલણનો પરિચય આપતી જોવા મળે. સમજવુ અઘરૂ છે કે રાફેલ સોદા પર સરકારના નીતિ-નિયંતાઓએ રક્ષા સંબંધી બાબતોની સંસદીય સમિતિ અથવા અન્ય કોઇ માધ્યમથી બિનકોંગ્રેસી વિપક્ષને વિશ્વાસમાં લેવાનું કામ કેમ ન કર્યું? આ સેનાની પ્રતિષ્ઠા સાથે જોડાયેલો મામલો છે તેથી સરકારે રાફેલ વિમાન બનાવનરી કંપની અને સાથે જ ફ્રાન્સ સરકારનો સંપર્ક કરી એ માહિતી જાહેર કરવી જોઇતી હતી જેનાથી ગુપ્ત માહિતી જાહેર પણ ન થતી અને સાથે જ એ આરોપોની પણ હવા નીકળી જાત જે અંતર્ગત એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે સરકારી કંપનીની અવગણના કરી એક ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું. રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટનું નિષ્કર્ષ ગમે તે હોય, સરકારે આ સોદા વિરૂદ્ઘ થઇ રહેલા દુષ્પ્રચારને રોકવા માટે પોતાના સ્તરે સક્રિયતા દેખાડવી જ જોઇએ.